- ગરબા રાત્રે 12 વાગ્યા પછી પણ ચાલુ રાખી શકાશે
- સવારે 6:20થી રાત્રે 2 વાગ્યા સુધી દોડશે મેટ્રો ટ્રેન
અમદાવાદ, બુધવાર
નવરાત્રિના ખેલૈયાઓ માટે સૌથી સારા સમાચાર સામે આવ્યા છે. આ પર્વ ચાલી રહ્યું છે. તે દરમિયાન તંત્ર દ્વારા નવરાત્રિ અંગે મોટા નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ તારીખ 17 થી 23 સુધી મેટ્રો રાત્રીના 2 વાગ્યા સુધી ચાલશે. નવરાત્રિના તહેવારને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાત્રિના 10 થી 2 વાગ્યા સુધી દર 20 મિનિટે મેટ્રો ટ્રેન મળશે. તેમજ પોલીસ આજથી રાત્રે 12 વાગ્યા પછી પણ ગરબા બંધ નહીં કરાવે, જેથી મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબે ઘૂમી શકશે. ગૃહ વિભાગ દ્વારા રાજ્યની પોલીસને મૌખિક સૂચના આપવામાં આવી છે. તમામ એસપી અને પોલીસ કમિશનરને સૂચના આપવામાં આવી છે. પોલીસને ગરબા બંધ નહીં કરવા જવાની સૂચના અપાઈ છે.