- બોપલમાં ઇન-સ્પેસના હેડક્વાર્ટર ખાતે ટેકનિકલ સપોર્ટ એન્ડ ઇન્કયુબેશન સેન્ટર પણ કાર્યરત થશે
- મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યા MOU
અમદાવાદ, બુધવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૩૫ સુધીમાં સ્પેસ સ્ટેશન અને ૨૦૪૦ સુધીમાં ચંદ્ર પર સમાનવ મિશનના આપેલા લક્ષ્યાંકમાં ગુજરાત યોગદાન આપવા સજ્જ છે. ઇન-સ્પેસ અને ગુજરાત સરકારે સાણંદમાં સ્પેસ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર સ્થાપવા માટે MoU કર્યા છે. આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટમાં રાજ્ય સરકાર જમીન તેમજ સ્પેસ અને સંલગ્ન ક્ષેત્રના ઉદ્યોગો માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવામાં સંપૂર્ણ સહયોગ આપશે. ૨૦૩૫ સુધીમાં સ્પેસ સ્ટેશન અને ૨૦૪૦ સુધીમાં ચંદ્ર પર સમાનવ મિશનનો લક્ષ્યાંક રાખ્યો છે. એટલું જ નહીં, ચંદ્રયાન મિશન્સની વધુ શૃંખલા, નેકસ્ટ જનરેશન લોન્ચ વ્હીકલ ડેવલપમેન્ટ, નવા લોન્ચપેડ નિર્માણ જેવી પહેલ માટે પણ પ્રેરણા આપી છે. ગુજરાતે આ લક્ષ્યાંકમાં પોતાનું યોગદાન આપવાની સજ્જતા કેળવવા એક મહત્વપૂર્ણ MoU કર્યો છે.
ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસની સ્વાયત એજન્સી ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર ઇન-સ્પેસ અને ગુજરાત સરકાર વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આ MoU કરવામાં આવ્યા છેતદઅનુસાર, અમદાવાદના બોપલમાં પોતાનું હેડ ક્વાર્ટર ધરાવતી ઇન-સ્પેસ સાણંદમાં સ્પેસ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટરની સ્થાપના કરવાની છે. સ્પેસ ટેકનોલોજીના સાધનોને અનુરૂપ વિવિધ મેન્યુફેક્ચરિંગ એકમો-ઉદ્યોગો આ ક્લસ્ટરમાં શરૂ કરવા માટે ઇન-સ્પેસ પ્રોત્સાહન અને ટેકનિકલ ગાઈડન્સ પૂરું પાડશે. આ હેતુસર બોપલમાં ઇન-સ્પેસના હેડક્વાર્ટર ખાતે ટેકનિકલ સપોર્ટ એન્ડ ઇન્કયુબેશન સેન્ટર પણ કાર્યરત કરવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટમાં રાજ્ય સરકાર જમીન તેમજ સ્પેસ અને સંલગ્ન ક્ષેત્રના ઉદ્યોગો માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવામાં સંપૂર્ણ સહયોગ આપશે તેમ આ તકે જણાવ્યું હતું.આ MoU સાઈનીંગ અવસરે ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપુત, રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ રાજકુમાર તેમજ ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ ભારત સરકારની ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર ઇન-સ્પેસના ચેરમેન ડૉ. પવન કુમાર ગોયેંકા, જોઈન્ટ સેક્રેટરી લોચન શહેરા તથા પ્રખ્યાત વૈજ્ઞાનિક અને ઇન-સ્પેસના ડાયરેક્ટર ટેકનિકલ ડૉ. રાજીવ જ્યોતિ અને ગુજરાત સરકારના વરિષ્ઠ સચિવો સહભાગી થયા હતા.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો