- ગાંધીનગર ખાતે સ્ટેટ આઇબી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓને બેઠક મળી હતી.
- ડીજીપી ઓફિસ દ્વારા ગુજરાતના તમામ શહેરોના પોલીસ વડાને સંવેદનશીલ વિસ્તારોમાં જરૂરી બંદોબસ્ત કરવા સૂચન
અમદાવાદ, બુધવાર
ભારત-પાકિસ્તાનની મેચના પહેલા ખાલિસ્તાની આતંકીઓની ધમકી અને લોરેન્સ બિશ્નોઇને છોડાવવાનું કહીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકીને પગલે રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઇ ગઇ છે. આ ઉપરાંત, ગુજરાતમાં છેલ્લાં ઘણા સમયથી કોમી શાંતિને ડહોળતી ઘટનાઓને જોતા મેચ દરમિયાન અમદાવાદમાં જ નહી પણ ગુજરાતના વડોદરા, હિંમતનગર, ભરૃચ અને જુનાગઢ સહિતના શહેરોમાં કેટલાંક ભાંગફોડિયા તત્વો અશાંતિ સર્જી શકે છે. જે અનુસંધાનમાં સેન્ટ્રલ ઇન્ટેલીજન્સની ટીમ દ્વારા ગુજરાતમાં એલર્ટ આપવામાં આવ્યું છે.જે અનુસંધાનમાં અન્ય ડીજીપી ઓફિસ દ્વારા ગુજરાતના તમામ શહેરોના પોલીસ વડાને તેમના જિલ્લા અને શહેરોમાં સંવેદનશીલ વિસ્તારોમાં જરૃરી બંદોબસ્ત ગોઠવવાની સમીક્ષા કરવા માટે જણાવાયું છે..ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર