- ભારતે આ મેચ જીતી લીધી છે. અમદાવાદમાં રમાયેલી આ મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું
- આ વર્લ્ડ કપ 2023માં ભારતનો આ સતત ત્રીજો વિજય છે. જ્યારે ODI વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારતે સતત 8મી વખત પાકિસ્તાનને હરાવ્યું છે
અમદાવાદ, શનિવાર
ભારતે આ મેચ જીતી લીધી છે. અમદાવાદમાં રમાયેલી આ મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું હતું. આ વર્લ્ડ કપ 2023માં ભારતનો આ સતત ત્રીજો વિજય છે. જ્યારે ODI વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારતે સતત 8મી વખત પાકિસ્તાનને હરાવ્યું છે. ભારત તરફથી રોહિત શર્માએ સૌથી વધુ 86 રનની ઇનિંગ રમી હતી. તેના બેટમાંથી 6 ચોગ્ગા અને 6 છગ્ગા આવ્યા હતા. જ્યારે કોહલીએ 16 રન અને શુભમન ગીલે 14 રન બનાવ્યા હતા.