District

અમદાવાદમાં આંગડિયા પેઢીનો કર્મચારી ફરી લૂંટાયો : વસ્ત્રાપુર જેવા ભરચક વિસ્તારમાં  લૂંટારાઓએ આ ખાસ મોડસ ઓપરેન્ડીથી કરી 50 લાખની લૂંટ

- અકસ્માત કરીને કેમ ભાગે છે? તેમ કહી કારનો કાચ તોડી રૂપિયા ૫૦ લાખની લૂંટ

- વસ્ત્રાપુર પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ  કરવાની શરૂઆત કરી છે

 

અમદાવાદ,ગુરૂવાર

    અમદાવાદ પોલીસ ભારત પાકિસ્તાનની મેચના કારણે બંદોબસ્તમાં વ્યસ્ત છે. ત્યારે આ તકનો લાભ લઇને લૂંટારૂઓ અને ગુનેગારો સક્રિય થયા છે. જેમાં ગુરૃવારે સાંજના સમયે સીજી રોડ પર આવેલા આંગડિયા પેઢીથી રૃપિયા ૫૦ લાખની રોકડ લઇને જતા બિલ્ડીંગ કંંપનીના કર્મચારીઓની કારનો પીછો કરીને અકસ્માત કેમ કર્યો છે. તેમ કહીને વસ્ત્રાપુરમાં સારથી હોટલ પાસે રોકીને કારનો કાચ તોડીને રૃપિયા ૫૦ લાખની રોકડ ભરેલી બેગની લૂંટ કરીને બાઇક પર આવેલા બે વ્યક્તિઓ ફરાર થઇ ગયા હતા. જે અંગે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધીને તપાસ શરૃ કરી છે. 

    ઉલ્લેખનીય છે કે સીજી રોડ પર આવેલી આંગડિયા પેઢી પર નાણાં લેવા આવતા લોકો પર નજર રાખતી ચોક્કસ ગેગ સક્રિય છે અને તે અકસ્માત કેમ કર્યો તેમ કહીને  રોકડની લૂંટ આચરે છે. આ મોડ્સ ઓપરેન્ડીથી અનેક આંગણિયા પેઢીના કર્મચારીઓને નિશાન બનાવાયા છે  ભૂતકાળમાં તો આવી  ઘટનામાં આંગણિયા પેઢીન કર્મચારીનું મોત પણ થયું હોય. ત્યારે હવે  આંગણિયા પેઢીના કર્મચારી ચોક્કસ ગાઇડ લાઇનનું પાલન કરે તે જરૂરી છે આ ગાઇડલાઇન મુજબ જીપીએસ રાખવું  ફરજિયાત છે અને મોટ પ્રમાણમાં નાણા લેવા આવનારા  લેવા આવતા લોકોએ પણ જીપીએસ રાખવું જરૂરી છે તેમજ ખાનગી સિક્યુરિટી રાખવી  જરૂરી છે પરંતુ આ ગાઇડ લાઇનનું પાલન ન થતા વારંવાર આવી લૂંટની ઘટના બને છે.

વારંવાર આંગણિયા પેઢીના કર્મચારી બને છે લૂંટારૂ ટોળકીના શિકાર  
    શહેરના વસ્ત્રાપુરમાં આવેલી અનાયા ઇન્ફ્રાકોન નામની કન્ટ્રક્શન કંપનીમાં નોકરી કરતા પ્રણવભાઇને  સીજી રોડ પર આવેલી રામા મોહન આંગડિયા પેઢીમાંથી ફોન આવ્યો હતો કે તેમના ૫૦ લાખનું આંગડિયું આવી ગયું છે. જેથી તે  ડ્રાઇવર સાથે કારમાં આગંડિયા પેઢીથી રૃપિયા ૫૦ લાખ રોકડ લેવા માટે ગયા હતા અને  પાંજરાપોળથી આઇઆઇએમ બ્રીજ પરથી થઇને  વસ્ત્રાપુર તળાવ પાસે આવેલી સંજીવની હોસ્પિટલ પહોંચ્યા ત્યારે  બાઇક પર  બે યુવકો કારનો પીછો કરતા હતા અને કર્મચારીઓને  કહેતા હતા કે કારથી અકસ્માત કર્યો છે.

    જો કે બંને કર્મચારીઓને શંકા જતા કારનો રોકી નહોતી,પરંતુ, વસ્ત્રાપુર સારથી હોટલ પાસે આવતા કારને રસ્તામાં આંતરીને બાઇક પર આવેલા યુવકોેએ તેમને નીચે ઉતારીને કહ્યું હતું કે તમે અકસ્માત કરીને નાસી ગયો છે અને પોલીસને જાણ કરવી પડશે. બાદમાં કારથી થોડેદુર લઇને વાતોમાં રાખ્યા હતા. આ દરમિયાન અન્ય બાઇક પર આવેલા લોકો કારનો કાચ તોડીને રૃપિયા ૫૦ લાખની રોકડ લઇને નાસી ગયા હતા.  આ અંગે  પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળની આસપાસના સીસીટીવીને આધારે તપાસ શરૂ કરી છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

 

 

અમદાવાદમાં આંગડિયા પેઢીનો કર્મચારી ફરી લૂંટાયો : વસ્ત્રાપુર જેવા ભરચક વિસ્તારમાં  લૂંટારાઓએ આ ખાસ મોડસ ઓપરેન્ડીથી કરી 50 લાખની લૂંટ