- રાજ્યમાં પોલીસને એલર્ટ રહેવા ડીજીપીએ તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓને આદેશ આપ્યો
- ભારત મેચ જીતે તો સરઘસની પરવાનગીનો નિર્ણય સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક અધિકારીઓ લેશે તેવી તાકીદ
અમદાવાદ, શનિવાર
ક્રિકેટના મહાકુંભ એવા વિશ્વ કપની ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી હાઇ વોલ્ટેજ મેચને લઇને ગુજરાત પોલીસ દ્વારા અમદાવાદ સહિત સમગ્ર રાજ્યની પોલીસને એલર્ટ રહેવા સૂચના આપી છે.આ ઉપરાંત, માત્ર નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ જ નહી પરંતુ, તેની આસપાસમાં વિસ્તારમાં પણ સ્થાનિક પોલીસ ઉપરાંત, કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓના જવાનોને સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે.. ઉપરાંત, પોલીસ દ્વારા સ્ટેડિયમની આસપાસના પાંચ કિલોમીટરના વિસ્તારમા ડ્રોનથી માઇક્રો સર્વલન્સ કરાશે.