- હરે રામ હરે કૃષ્ણ ના નાદ સાથે યાત્રા યોજાઈ
હરિઓમ સોલંકી ધંધુકા, મંગળવાર
ધંધુકા શહેર ખાતે ઇસ્કોન ધંધુકા દ્વારા વિશેષ કીર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ઇસ્કોન સત્સંગીઓ જોડાયા હતા સત્સંગ યાત્રામાં હરે રામ હરે કૃષ્ણના બુલંદ નાદ સાથે ભક્તો જુમ્યા હતા.
ધંધુકા ખાતે કાર્યરત ઇસ્કોન દ્વારા એક વિશેષ ભક્તિ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રામાં મોટી સંખ્યામાં ઇસ્કોનના સત્સંગીઓ જોડાયા હતા યાત્રાનગરના મુખ્ય માર્ગો પર ફરી હરિભક્તો હાલુભા ચુડાસમા નિવાસ સ્થાને પૂર્ણ થઈ હતી. અહીં સત્સંગ કીર્તન સાથે હરિભક્તોએ ભોજન પ્રસાદ પણ ગ્રહણ કર્યો હતો આ પ્રસંગે સુરત થી પધારેલા ઇસ્કોનના પ્રભુજીઓ અને ધંધુકા નગરના સત્સંગીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
