District

Navratri 2023 : અમદાવાદમાં ગરબા આયોજકોએ ફાયરના સાધનોથી સજજ થવું પડશે, AMCના ફાયર વિભાગે આપ્યા જરૂરી સૂચનો

Navratri 2023 : અમદાવાદમાં ગરબા આયોજકોએ ફાયરના સાધનોથી સજજ થવું પડશે, AMCના ફાયર વિભાગે આપ્યા જરૂરી સૂચનો

- ડોકટરની ગાઇડલાઇન બાદ હવે ફાયર વિભાગની ગાઇડલાઇન પણ બહાર પાડવામાં આવી

- ગરબાના સ્થળે રસોઇના સાધનો રાખી શકાશે નહીં

અમદાવાદ, ગુરૂવાર

  નવરત્રિને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ખેલૈયાઓનો ઉત્સાહ તો ચરમસીમાએ છે જ પરંતુ તંત્ર દ્વારા પણ નવરાત્રિને અનુલક્ષીને સુરક્ષાને લગતી તમામ તૈયારીઓ અંગે સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. આ સંદર્ભે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ અગત્યના પગલાં લેવામાં આવ્યા છે અને ખાસ તો કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા કેટલીક અગત્યની સૂચનાઓ આપવામાં આવી છે તે અંતર્ગત ગરબા આયોજકોએ ગરબા સ્થળે અગ્નિશમનના સાધનો ફરજિયાત રાખવા પડશે તેમજ ફૂડ સ્ટોલ પણ ગરબાની અંદર ડોમમાં રાખી શકાશે નહીં. નવરાત્રિ દરમિયાન, પાર્ટીપ્લોટ, હોલ, કલબો મજ શાળા કે કોલેજમાં ડોમ તેમજ મંડપ ઊભા કરી નવરાત્રિ ગરબાનું આયોજન કરવામાં આવે છે ત્યારે  ગરબા આયોજકો માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા કેટલીક સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. ગરબા આયોજકો દ્વારા મંડપમાં પણ પ્રકારનો સ્ટોલ ઊભો કરી શકશે નહીં. મંડપમાં અથવા બહાર ક્યાંય પણ રસોઈ બનાવવાની સામગ્રીનો પણ ઉપયોગ ન કરવા સૂચના આપવામાં આવી છે. ઉપરાંત જણાવવામાં આવ્યું છે કે ગરબા સ્થળે ફાયરના સાધનો ફરજિયાત રાખવાના રહેશે. સાધનોનો તાત્કાલિક ઉપયોગ કરી શકે તેવા માણસને પણ રાઉન્ડ ક્લોક રાખવાનો રહેશે. મંડપમાં ઇમરજન્સી એક્ઝિટ, નો સ્મોકિંગ ઝોનના બોર્ડ પણ લગાવવાના રહેશે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર

  નોંધનીય છે કે નવરાત્રી પહેલા અમદવાદ મેડિકલ એસોસિએશને પણ ગાઇડ લાઇન જાહેર કરી છે.જેની સાથે અમદાવાદની 26 જેટલી હોસ્પિટલની યાદી પણ જાહેર કરાઈ છે, જેના દ્વારા કોઈ પણ ઇમરજન્સીમાં તાત્કાલિક સારવાર મળી રહે. AMA દ્વારા ખેલૈયા અને આયોજકો બંને માટે ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી છે. જે અનુસારતમારી નિયમિત દવાઓ લેવાનું ચૂકશો નહીં. યોગ્ય લાગે તો એકવાર તમારા ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ અને ગરબા માટે તેમની મંજૂરી મેળવી જોઈએ. જે વ્યક્તિઓ નિયમિત વ્યાયામ નથી કરતા અને 40 વર્ષથી વધુ ઉંમરના હોય છે, બ્લડ પ્રેશર અને અથવા ડાયાબિટીસ અને અથવા ધૂમ્રપાન અને અથવા હૃદયની સમસ્યાઓનો કૌટુંબિક ઇતિહાસ હોય તેઓએ ગરબા કરતા પહેલા હૃદયની તપાસ કરાવી યોગ્ય રહશે. 

 જો તમને ગરબા રમતી વખતે ચક્કર આવે, છાતીમાં ભારેપણું આવે, માથાનો દુખાવો થતો હોય, ઉલટી જેવું થાય, પરસેવો સાથે ગભરામણ થાય, મૂંઝારો થાય, શ્વાસોશ્વાસની તકલીફ થાય તો તરત જ ગરબા રમવાનું બંધ કરી બેસી જજો. જો લક્ષણો વધે તો તરત જ ડોક્ટર પાસે જાઓ. પૂરતું પાણી લો. દિવસમાં ઓછામાં ઓછું ત્રણ લિટર પાણી લેવું સારું છે. ગરબા રમતી વખતે વારંવાર પાણી અથવા લીંબુ પાણી અથવા જ્યુસ પીવો. તમને કોઈ બીમારી હોય તો તમારી સાથેના લોકોને તેની જાણ કરશો. જેથી કોઈ સ્વાસ્થ્યની તકલીફ ઊભી થાય તો તાત્કાલિક મદદ કરી શકે. ગરબા આયોજકો માટે કેટલાક મહત્વના સૂચનો કરવામાં આવ્યા છે જેમ કે જો શક્ય હોય તો ગરબા સ્થળ પર પ્રાથમિક સુવિધા સાથે ફરજ પરના ડોક્ટરને રાખવું યોગ્ય રહશે. તેમજ નજીકની હોસ્પિટલ સાથે ઔપચારિક જોડાણ કરો. કોઈ ઘટના બને તો તાત્કાલિક હોસ્પિટલને જાણ કરવી. તમારા સપોર્ટ સ્ટાફ, સુરક્ષા કર્મીઓ ને CPR ટેકનિક ની તાલીમ આપો. એમ્બ્યુલન્સના પ્રવેશ અને બહાર નીકળવા માટે યોગ્ય રસ્તો જરૂર રાખવો. બને તેટલી વધારે જગ્યા પર અને વંચાય તેવા મોટા અક્ષરોમાં ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર લખેલા બોર્ડ લગાવશો.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

Navratri 2023 : અમદાવાદમાં ગરબા આયોજકોએ ફાયરના સાધનોથી સજજ થવું પડશે, AMCના ફાયર વિભાગે આપ્યા જરૂરી સૂચનો