- પાછલા 8 વર્ષથી પરિવારના દરેક પ્રસંગે અન્નદાન કરી ઉજવણી કરે છે
હરિઓમ સોલંકી, ધંધુકા, રવિવાર
હાલ જ્યારે પિતૃ માસ ચાલી રહ્યો છે ત્યારે પોતાના સ્વજનોના શ્રાદ્ધ નિમિત્તે વિવિધ આયોજનો પુણ્યાત્માના મોક્ષાર્થે કરવામાં આવતા હોય છે ત્યારે ધોલેરાના નિર્મળસિંહ સુખદેવસિંહ ચુડાસમા તેમની માતાના શ્રાદ્ધ નિમિત્તે વિસ્તારના 72 દરિદ્ર નારાયણ પરિવારોને છ માસ ચાલે તેટલો અન્નનો જથ્થો અર્પણ કરી માતાનું શ્રાદ્ધ અનોખી રીતે કર્યું હતું