- અમદાવાદમાંથી 6 લાખ કિલોગ્રામ નકલી ચીઝ અને બટરનો જથ્થો મ્યુનિ. ફૂડ વિભાગે જપ્ત કર્યો હતો
- અંબાજીમાં થોડા સમય પહેલા જ અમદાવાદથી ભેળસેળયુક્ત ઘી પહોંચ્યું હતું
અમદાવાદ, મંગળવાર
ફૂડ વિભાગ દ્વારા શહેરના ઓઢવ વિસ્તારમાં એસપી રીંગ રોડ પર રશ્મિગોથ હબ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા જૈનિથ એન્ટરપ્રાઇઝમાંથી આશરે 1300 કિલો જેટલો એક્સપાયરી થઈ ગયેલો અને હાનિકારક એવા રસીલા બ્રાન્ડના પ્રિમિયમ ગાયના ઘીનો જથ્થો રૂ.7 67 લાખનો જથ્થો જપ્ત કર્યો હતો. જેને ડમ્પિંગ સાઈટ ઉપર નાશ કરાવી રૂપિયા 25,000નો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો હતો.નવરાત્રી દરમિયાન આરોગ્ય વિભાગે ઓઢવમાંથી એકસ્પાયર થયેલ ઘીનો જથ્થો ઝપ્ત કર્યો છે. તંત્ર દ્વારા ઓઢવના જૈનિથ એન્ટરપ્રાઇઝ સામે કડક કાર્યવાહી કરવામાં આવ્યા બાદ ઝડપી પાડવામાં આવેલ રૂ.7,67,000નો 1300 કિલો જથ્થાનો પીરાણા ડમ્પ સાઈડ ખાતે નાશ કરવામાં આવ્યો હતો.આ સાથે જૈનિથ એન્ટરપ્રાઇઝને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.