- છૂટ્ટી બોટલ મારતાં ૧૭ વર્ષિય સગીરાને ગંભીર ઈજા
- હુમલાખોર દારૂડિયાની પોલીસે અટક કરી
અમદાવાદ, ગુરૂવાર
રાજ્યમાં એક તરફ દારૂબંધીને લઈ મસમોટી વાતો કરવામાં આવે છે, તો બીજી તરફ રોજે રોજ મોટી માત્રામાં દારૂ ઝડપાવાની સાથે સાથે દારૂડિયાઓનો ત્રાસ પણ જાહેર માર્ગો પર જોવા મળે છે. ત્યારે અમદાવાદમાં એક ચકચારી ઘટના સામે આવી છે. જેમાં એક દારૂડિયાએ નરોડા ગેલેક્સી વિસ્તારમાં એકટીવા સવાર બે બહેનોને ઢોર માર મારીને ગંભીર ઈજા પહોંચાડી હતી. દારૂડિયા છુટ્ટી બાકી ફેંકતા તે એકટીવા પર બેઠેલી નાની બેનને વાગતાં તેને ગંભીર ઈજા થઈ છે, જે હાલમાં સારવાર હેઠળ છે. આ મામલે પોલીસ દ્વારા દારૂડિયાની ધરપકડ કરવામાં આવી છે.