District

પત્નીના મોતનું કારણ જાણવા મળ્યું પતિના મોબાઇલમાંથી, પતિ પત્ની ઔર વોના કિસ્સામાં નંદવાયું લગ્નજીવન

પત્નીના મોતનું કારણ જાણવા મળ્યું પતિના મોબાઇલમાંથી, પતિ પત્ની ઔર વોના કિસ્સામાં નંદવાયું લગ્નજીવન

- આત્મહત્યા કરનાર પરિણીતાના મોબાઇલમાંથી  પતિના આડ સબંધોની પોલ ખુલી

- સોલા પોલીસે પરિણીતાને આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

અમદાવાદ, સોમવાર

  હાલના મોબાઇલ યુગમાં મોબઇલ સુવિધાની સાથે સાથે મુશ્કેલી પણ ઉભી કરી રહ્યા છે ખાસ કરીને કપલ વચ્ચેની સમસ્યાઓ, લગ્ન બાહ્ય સંબંધો વધી રહ્યા છે અને તેના કારણે છૂટાછેડા  તેમજ અત્મહત્યા જેવી ઘટનાઓ પણ આકાર લઈ રહી છે અમદાવાદ શહેરમાં પણ આજે આો જ કિસ્સો બન્યો હતો. શહેરના ચાંદલોડિયા તળાવ પાસે આવેલી ગજરાજ સોસાયટીમાં પોતાના સાસરરીમાં રહેતી ૨૭ વર્ષીય પરિણીતાએ પતિના અન્ય સ્ત્રીઓ સાથેના આડાસંબધથી કંટાળીને તેમજ  સાસુ  દ્વારા  મામલે દીકરાનો પક્ષ લઇને  સાસુ  તેને પરેશાન કરતા હતા. જેથી પરિણીતાએ  કંટાળીને ગળાફાંસો ખાઇને  આત્મહત્યા કરી લીધી હોવાની ચકચારી  ઘટના બની હતી. યુવતીના મરણ બાદ તેના પિતા અને બહેને  તેનો મોબાઇલ ચેક કરતા જાણવા મળ્યું હતું કે  આશા અને તેના પતિ  ધર્મેશ વચ્ચે અન્ય સ્ત્રી સાથેના આડા સંબધને લઇને છેલ્લાં ઘણા સમયથી  તકરાર ચાલતી હતી  જેથી  તેણે આ અંતિમ પગલું ભર્યું હતું. જેના આધારે સોલા પોલીસે આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને કાર્યવાહી કરી છે.

  ચાંદલોડિયામાં આવેલા શ્રીદર્શન  એપાર્ટમેન્ટમાં રહેતા મનસુખભાઇ પંચાલે સોમવારે સોલા હાઇકોર્ટ પોલીસ મથકે તેમના જમાઇ અને વેવાઇ વિરૃદ્વ નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તેમની પુત્રી  આશા (ઉ.વ.૨૭)ના લગ્ન ડિસેમ્બર 2016માં ચાંદલોડિયા તળાવ પાસે આવેલી ગજરાજ સોસાયટીમાં રહેતા ધર્મેશ પંચાલ સાથે  સામાજીક રીત રિવાજ સાથે થયા હતા.ગત ૧૦મી ઓક્ટોબરના રોજ મનસુખભાઇ પિતાનું શ્રાદ્વ હોવાથી દીકરી આશા તે પતિ  ધર્મેશ સાથે તેમના જમવા માટે  ઘરે આવ્યા હતા. જો કે રાતના સમયે  ધર્મેશ ઘરે જતો રહ્યો હતો  અને ફરીથી  તે રાત્રે જ બંનેને ફોન પર મોટો ઝઘડો થયો હતો. બીજા દિવસે સવારે  આશા સાસરીમાં ગઇ હતી. જો કે રાતના ઝઘડાની બાબતને ધ્યાનમાં રાખીને મનસુખભાઇએ તેને ફોન કરતા આશા ફોન ઉપાડ્યો ન નહોતો. જેથી ડરના માર્યા  ઘરે જઇને તપાસ કરતા આશાનો રૃમનો દરવાજો  બંધ હતો  જેથી  તેના રૃમનો દરવાડજો તોડીને અંદર જોયુ તો તે ચોંકી ગયા હતા. કારણે આશી લાશ પંખા સાથે લટકતી હતી. જે અંગે સોલા પોલીસે શરૃઆતમાં અકસ્માત મોતનો ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી. આ દરમિયાન બે દિવસ પહેલા મનસુખભાઇએ તેમની દીકરી આશાનો ફોન તપાસ્યો ત્યારે તેમને આચંકો લાગ્યો  રહતો કારણ કે તેમાં તેમના જમાઇ ધર્મેશના અન્ય મહિલા સાથેના આડા સંબધ અંગેની વિગતો મળી હતી. જેના આધારે સોલા હાઇકોર્ટ પોલીસ મથકે  ધર્મેશ અને તેની માતા મંગુબેન પંચાલ વિરૃદ્વ ફરિયાદ નોંધાવી હતી.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

પત્નીના મોતનું કારણ જાણવા મળ્યું પતિના મોબાઇલમાંથી, પતિ પત્ની ઔર વોના કિસ્સામાં નંદવાયું લગ્નજીવન