District

weather Update : ભારત પકિસ્તાનની રોમાચંક મેચમાં વરસાદી વિઘ્નનો વરતારો : હવામાન વિભાગે કરી આ મહત્વની આગાહી 

weather Update : ભારત પકિસ્તાનની રોમાચંક મેચમાં વરસાદી વિઘ્નનો વરતારો : હવામાન વિભાગે કરી આ મહત્વની આગાહી 

- હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી 

- મેચના દિવસે જ ઉત્તર ગુજરાત અને મધ્યમ ગુજરાતમાં વરસાદની આગાહી

અમદાવાદ, શુક્રવાર

    ગુજરાતમાં ચોમાસાએ સત્તાવાર વિદાય લઈ લીધી છે તેમ છતાં ફરી એક વાર હવામાન વિભાગે વરસાદની આગાહી વ્યક્ત કરી છે  ત્યારે સ્વાભાવિક છે કે વરસાદની આગાહી વચ્ચે ગુજરાતના ખેલૈયાઓ અને ભારત પાકિસ્તાન મેચના રસિયાઓ મૂંઝવણમાં મૂકાઈ જાય, હવામાન વિભાગે આગાહી કરી છે કે, ગુજરાતમાં તારીખ 14 અને 15 દરમિયાન ઉત્તર ગુજરાતમાં વરસાદની મોટી સંભાવના છે. આ ઉપરાંત રાજ્યના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહી શકે છે. તો બીજી તરફ વરસાદની આગાહીને પગલે ક્રિકેટ રસિયાઓ પણ થોડા ચિંતાતુંર થયા છે કારણ કે અગાઉ એશિયા કપ 2023માં પણ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ વરસાદના કારણે નિરસ બની ગઈ હતી. ત્યારે આવતીકાલે પણ વિશ્વ કપની  હાઇ વોલ્ટેજ મેચ અમદાવાદન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 14 અને 15 ઓક્ટોબરે ઉત્તર ગુજરાત અને અમદાવાદના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. આ આગાહીને પગલે ક્રિકેટપ્રેમીઓ થોડા ચિંતામાં મૂકાયા છે કારણ કે હજારો રૂપિયા ખર્ચીને લીધેલી ટીકીટ માથે પડે તેવી પરિસ્થિતિ વરસાદને કારણે સર્જાઈ શકે છે. 

    અમદાવાદના હવામાન કેન્દ્રના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં હવામાન સૂકું રહેશે પરંતુ વેસટર્ન ડિસ્ટબનર્સના  પગલે અમદાવાદ જિલ્લામાં 14 ઓક્ટોબરે છૂટોછવાયો વરસાદ પડી શકે છે. તેમજ તાવરણ વાદળછાયું રહેશે. આગામી દિવસે અમદાવાદ અને બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલી સહિત અન્ય ઉત્તરીય જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. હાલમાં રાજ્યમાં ચોમાસાએ વિદાય લેતા બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. વહેલી સવારે ઠંડા પવન ફૂંકાઇ રહ્યા છે અને બપોર થતાં ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. તો સાંજે ફરીથી ઠંડક અનુભવાય છે

    બીજી તરફ વિશ્વકપની મેચમાં ભારત પાકિસ્તાનની ટીમની વાત કરીએ તો આ મેચ હંમેશાં દેશ વિદેશના  ક્રિકેટપ્રેમીઓ માટે અત્યંત રોમાંચક બની રહે છે. અમદાવાદમાં પહોચેલી ભારતની અને પાકિસ્તાનની ટીમ પ્રેક્ટિસ કરી રહી છે ત્યારે  જો મેચમાં વરસાદ પડે તો ચાહકો ચોક્કસ નિરાશ થઈ શકે છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

weather Update : ભારત પકિસ્તાનની રોમાચંક મેચમાં વરસાદી વિઘ્નનો વરતારો : હવામાન વિભાગે કરી આ મહત્વની આગાહી