- ભારત પાકિસ્તાનની મેચ પહેલા એનઆઇએ દિલ્હીને એક ઇમેઇલ આવ્યો હતો
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી
અમદાવાદ, બુધવાર
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવવાની ધમકી આપનાર યુવક કરણને અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છે. અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 14મી ઓક્ટોબરે મેચ રમાવવાની છે ત્યારે બીસીસીઆઇને ઇ-મેઇલ મારફતે ધમકી આપનારને અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચે રાજકોટથી ઝડપી લીધો હતો. ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી આપનારા મૂળ મધ્યપ્રદેશના અને રાજકોટમાં રહતો વ્યક્તિ કરણ માળી હોવાનું જાણવા મળ્યું હતું અને પ્રાથમિક માહિતી મુજબ તે બ્લોગર છે અને માત્ર મજા લેવાના હેતુથી આ કામ કર્યું હતું. રાજકોટથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કરણની ધરપકડ બાદ તેની પાસેથી લેપટોપ સહિતનાં વિવિધ સાધનો જપ્ત કર્યા છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. આ ધમકી આપનારા બ્લોગર કરણ માળીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજકોટથી ઝડપ્યો હતો. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર