District

લો બોલો ! આ લબરમૂછિયાઓએ ક્રિકેટ મેચની 4 લાખની નકલી ટિકીટ ખરીદીને 20 લાખમાં વેચવાનું કર્યું કારસ્તાન

લો બોલો ! આ લબરમૂછિયાઓએ ક્રિકેટ મેચની 4 લાખની નકલી ટિકીટ ખરીદીને 20 લાખમાં વેચવાનું કર્યું કારસ્તાન

- ટીકીટ ખરીદવા માટે યુવકે તેના ઘરમાંથી રૂ.4 લાખની ચોરી કરી

- બન્ને આરોપીઓએ ટીકીટો વેચી રૂ.20 લાખની કમાણી કરી, સગીરે મોઘુ બાઈક ખરીદ્યુ

અમદાવાદ, શનિવાર

ભારત-પાકિસ્તાનની મેચની 600 નકલી ટીકીટો મિત્ર પાસેથી ખરીદી કરી યુવક અને સગીરે મોઘા ભાવે વેચાણ શરૂ કર્યું હતુ. 500 ટીકીટો વેચીને રૂ.20 લાખ રૂપિયા કમાયા હતા. નકલી ટીકીટો વેચી રહ્યા હોવાની જાણ ક્રાઈમ બ્રાંચને થતા યુવક અને સગીરને ઝડપી પાડ્યા છે. આરોપીઓએ પોતાના ઘરમાંથી રૂ.4 લાખની ચોરી કરી ટીકીટની ખરીદી કરી હતી. બાદમાં વોટ્સએપ દ્વારા ટીકીટોનું વેચાણ કરી પૈસા કમાતા હોવાનું પુછપરછમાં સામે આવ્યું હતુ. સાથે જ નકલી ટીકીટ લાવી આપનાર મિત્ર ફરાર હોવાથી ક્રાઈમ બ્રાંચે તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

વોટ્સએપ દ્વારા ટીકીટોનું વેચાણ કરી પૈસા કમાતા હતા
  ભારત-પાકિસ્તાનની મેચની ટીકીટો મળતી ન હોવાથી નકલી ટીકીટો બનાવીને વેચી રહ્યા હોવાની જાણ ક્રાઈમ બ્રાંચની ટીમને થતા ક્રાઈમ બ્રાંચની ટીમ આવા લોકો પર સતત વોચ ગોઠવીને બેઠી હતી. આ દરમિયાન બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે ખાનપુર લેમન ટ્રી હોટલથી રીવરફ્રંટ જવાના રોડ તરફથી પ્રદિપ ઠાકોર (ઉ.વ.19 રહે.અસારવા) અને એક 16 વર્ષીય સગીર યુવકને  બનાવટી 23 ટીકીટ સાથે ઝડપી પાડ્યા છે. આરોપીઓની પુછપરછ કરતા જાણવા મળ્યું હતુ કે, આ બન્ને તેના એક મિત્ર વિક્કિ ચૌહાણને ભારત-પાકિસ્તાનની ટીકીટ બાબતે પુછપરછ કરી હતી. તે સમયે વિક્કિએ ટીકીટ જેટલી જોઈતી હોય તેટલી કરી આપવાનું તથા પૈસા એડવાન્સમાં આપવાનું જણાવ્યું હતુ. 

આરોપીએ પોતાના જ ઘરમાં ચોરી કરી
 પૈસા ભેગા કરવા માટે આરોપી  પ્રદિપ ઠાકોરે તેના ઘરમાંથી રૂ.4 લાખની ચોરી કરી હતી. ચોરી કરેલા રૂ.4 લાખ પ્રદિપે વિક્કીને આપ્યા હતા. જેથી વિક્કીએ પ્રદિપ અને સગીરને 600 ટીકીટ તથા એક સીમકાર્ડ આપ્યું હતુ.સીમકાર્ડના નંબર પરથી પ્રદિપે વોટ્સએપ ગ્રુપ બનાવ્યુ હતુ અને ટીકીટીની લેવડ-દેવડ ની વાતો કરતા હતા. ધીમે ધીમે કરીને પ્રદિપ અને સગીરે કુલ 500 ટીકીટો વેચી દીધી હતી અને 20 લાખ રૂપિયા કમાયા હોવાનું જણાવ્યું હતુ. ક્રાઈમ બ્રાંચની ટીમે ફરાર વિક્કિ સામે ગુનો નોંધી તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પ્રદિપ અને સગીરે રૂ.4500 તથા 6 હજાર વાળી ટીકીટ  રૂ.1 હજારમાં વિક્કી પાસેથી ખરીદી હતી. બાદમાં આ ટીકીટો રૂ.18 થી 20 હજારમાં વેચાણ કરતા હતા. ટીકીટોના વેચાણથી તેઓ રૂ.20 લાખ કમાયા હતા. જે પૈસા માંથી કિશોરે કાવાસાકી નીંજા બાઈક પણ ખરીદ્યુ હતુ.  પ્રદિપને જાણ થઈ હતી કે, પોલીસ બ્લેકમાં ટીકીટ વેચનારાઓ તથા નકલી ટીકીટો વેચનારાઓને પકડવા માટે સતત વોચ રાખીને બેઠી છે. જેથી તે ગમે ત્યારે પોલીસની પકડમાં આવી જશે તેવો ભય રહેલો હતો. બીજી બાજુ ક્રાઈમ બ્રાંચની ટીમ પ્રદિપની શોધખોળ કરતા તેના ઘરે પણ પહોંચી હતી પરંતુ ઘરે પ્રદિપ મળી આવ્યો ન હતો. જેથી સાંજના સમયે પ્રદિપર ઘરે ગયો હતો અને તેની પાસે રહેલી અમુક નકલી ટીકીટો સળગાવી દીધી હતી. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

લો બોલો ! આ લબરમૂછિયાઓએ ક્રિકેટ મેચની 4 લાખની નકલી ટિકીટ ખરીદીને 20 લાખમાં વેચવાનું કર્યું કારસ્તાન