National

અખિલેશ યાદવે ઉઠાવ્યો યોગીના દાવા પર સવાલ, NCRBના આંકડાથી સમજો હુલ્લડમુક્ત યુપીમાં કેટલી છે સચ્ચાઈ ?

અખિલેશ યાદવે ઉઠાવ્યો યોગીના દાવા પર સવાલ, NCRBના આંકડાથી સમજો હુલ્લડમુક્ત યુપીમાં કેટલી છે સચ્ચાઈ ?

- 2017માં યુપીમાં હુલ્લડની 195 ઘટના થઈ હતી

- યુપીમાં 2018, 2019, 2020માં એકપણ હુલ્લડ થયું નથી

 

નવી દિલ્હી, મંગળવાર

  ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતાની દરેક રેલી અને ભાષણમાં એક મોટો દાવો કરે છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દાવો કરે છે કે તેમની સરકારમાં એકપણ કોમવાદી હુલ્લડ થયું નથી. યુપીના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ મોટાભાગે યોગીના આ દાવા પર સવાલો ઉઠાવતા રહે છે. અખિલેશ યાદવે એક મીડિયા જૂથના કાર્યક્રમમાં આવો સવાલ ઉઠાવતા કહ્યુ હતુ કે એનસીઆરબીના આંકડા જોઈ લો.

  જો કે નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યૂરોના આંકડા પ્રમાણે, યોગી સરકારના સત્તામાં આવ્યાના પહેલા પર્ષે હુલ્લડોની ઘટનાઓ નોંધાય હતી. પરંતુ તેના પછી આ આંકડો શૂન્ય છે. એનસીઆરબી પર 2020 સુધીના આંકડા ઉપલબ્ધ છે. 2018, 2019 અને 2020માં ઉત્તરપ્રદેશમાં કોમવાદી હુલ્લડની એકપણ ઘટના નોંધાય નથી. જ્યારે તેના પહેલા 2017માં હુલ્લડો નોંધાયા હતા.

માયાવતીની સરકારનો કાર્યકાળ-
  બહુજન સમાજ પાર્ટના પ્રમુખ માયાવતી મે-2007થી માર્ચ – 2012 સુધી યુપીના મુખ્યમંત્રી રહ્યા હતા. ત્યારે 2007થી 2011 સુધીમાં યુપીમાં 616 હુલ્લડો થયા અને તેમા 121ના મોત નીપજ્યા હતા.

અખિલેશ યાદવની સરકારનો કાર્યકાળ-
  સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ માર્ચ-2012થી માર્ચ-2017 સુધી મુખ્યમંત્રી રહ્યા હતા. તે દરમિયાન 2012થી 2016 સુધીમાં યુપીમાં 815 કોમવાદી હુલ્લડો થયા અને તેમા 192ના જીવ ગયા હતા.

યોગી આદિત્યનાથની સરકારનો કાર્યકાળ-
  માર્ચ-2017થી યોગી આદિત્યનાથ યુપીના મુખ્યમંત્રી છે. યુપીમાં 2017માં 195 હુલ્લડો થયા અને તેમાં 44 લોકો માર્યા ગયા હતા. પરંતુ તેના પછી 2018, 2019 અને 2020માં એકપણ કોમવાદી હુલ્લડની ઘટના નોંધાય નથી.

10 વર્ષમાં દેશભરમાં 6800 હુલ્લડ થયા-
  એનસીઆરબીના આંકડા પ્રમાણે, ગત 10 વર્ષમાં દેશમાં કોમવાદી હુલ્લડોની 6800 ઘટનાઓ સામે આવી છે. સૌથી વધારે 823 હુલ્લડ 2013માં અને 822 હુલ્લડ઼ 2017માં નોંધાયા હતા. 2011થી 2017 દરમિયાન હુલ્લડમાં 707 લોકોના જીવ ગયા હતા. 2018 બાદથી એનસીઆરબીએ હુલ્લડ઼માં જીવ ગુમાવનારાઓના આંકડા આપવાનું બંધ કર્યું છે. એનસીઆરબી પ્રમાણે, 2020માં 62 લોકોની હત્યા કોમવાદી કારણોને લઈને થઈ હતી.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.weu

 

અખિલેશ યાદવે ઉઠાવ્યો યોગીના દાવા પર સવાલ, NCRBના આંકડાથી સમજો હુલ્લડમુક્ત યુપીમાં કેટલી છે સચ્ચાઈ ?