Gujarat

અંબાજી મોહનથાળ પ્રસાદ વિવાદ : ચોરને કાઢ્યો અને ઘંટી ચોર લાવ્યા 

અંબાજી મોહનથાળ પ્રસાદ વિવાદ : ચોરને કાઢ્યો અને ઘંટી ચોર લાવ્યા 

- મોહિની કેટરસને વિદાય આપી અને શ્રી ટચ ઈન ફાઉન્ડેશનને લાવ્યા 
- અગાઉ શ્રી ટચ ઈન ફાઉન્ડેશન વિવાદમાં આવી ચૂક્યું છે અને દંડ કરાયો હતો

ગાંધીનગર,ગુરુવાર

  અંબાજીમાં મોહનથાળ પ્રસાદમાં અશુદ્વ ઘી મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યા છે અને અમદાવાદના માધુપુરના નીલકંઠ ટ્રેડર્સના માલિકની ધરપકડ કરી છે. બીજી તરફ મોહિની કેટરસનો કોન્ટ્રાક્ટ રિન્યૂ કરાયો નથી અને મોહનથાળનો પ્રસાદ બનાવવાની કામગીરી મંદિર ટ્રસ્ટે શ્રી ટચ ઈન ફાઉન્ડેશનને આપી છે. જાે કે, ભૂતકાળમાં આ શ્રી ટચ ઈન ફાઉન્ડેશનનો વિવાદ પણ સામે આવ્યો હતો અને પ્રસાદમાં દૂધની જગ્યાએ પાઉડરનો વપરાશ કરવામાં આવતો હતો અને ૬૦ હજારનો દંડ પણ ફટકારાયો હતો. મંદિર ટ્રસ્ટ દ્વારા ચોરને કાઢીને ઘંટી ચોરને લાવવામાં આવ્યો હોવાની ચર્ચાએ જાેર પકડ્યું છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  અંબાજીમાં મોહનથાળનો વિવાદ શમવાનું નામ લેતો નથી અને મોહિની કેટરસ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદથી ઘી આપનારા નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહની પણ ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ મોહિની કેટરસનો કોન્ટ્રાક્ટ રિન્યૂ કરાયો નથી અને તેના બદલે હવે શ્રી ટચ ઈન ફાઉન્ડેશનને મોહનથાળ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ મામલે દાંતાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીએ કહ્યું કે, મંદિર ટ્રસ્ટ પ્રસાદ કેમ બનાવતી નથી. આ મામલે કલેક્ટરે કહ્યું કે, મંદિર પાસે પૂરતો સ્ટાફ નથી તેથી મોહનથાળ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. શ્રી ટચ ઈન ફાઉન્ડેશન ૬૦ સ્થળે કામ કરે છે. અમે ભક્તોને શુદ્વ મોહનથાળ આપવા માટે કટિબદ્વ છીએ, લોકો તો આક્ષેપ કરતા રહેશે. અગાઉ આ જ શ્રી ટચ ઈન ફાઉન્ડેશનનો પણ વિવાદ સામે આવ્યો હતો અને પ્રસાદમાં દૂધની જગ્યાએ પાઉડર નાખવામાં આવ્યો હતો. જે મામલે ૬૦ હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો અને હવે એ જ ફાઉન્ડેશનને મોહનથાળનો કોન્ટ્રાક્ટ આપવામાં આવતાં ભક્તોમાં રોષ જાેવા મળી રહ્યો છે. લોકોમાં ચર્ચા મુજબ, આ તો ચોરને કાઢ્યો અને ઘંટી ચોર લાવ્યા જેવી વાત છે. મંદિર ટ્રસ્ટ દ્વારા મોહનથાળનો પ્રસાદ બનાવવામાં આવે તેવી માગણી પણ લોકો કરી રહ્યા છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

અંબાજી મોહનથાળ પ્રસાદ વિવાદ : ચોરને કાઢ્યો અને ઘંટી ચોર લાવ્યા