- ચોમાસાની વિદાય ચોક્કસ થઈ ગઈ પણ લો પ્રેશર સિસ્ટમ વરસાદ ખેંચી લાવશે
- નવરાત્રિમાં વરસાદની સાથે સાથે ચક્રવાતનો સામનો કરવા માટે તૈયાર રહેજાે
ગાંધીનગર,શુક્રવાર
રાજ્યમાંથી સત્તાવાર રીતે નૈઋત્યના ચોમાસાએ વિદાય લીધી છે અને જેના કારણે હવે મોડી રાત પછી ઠંડક અનુભવાય છે તો દિવસે ભાદરવાનો અસહ્ય તાપ અને ગરમી અનુભવાઈ રહી છે. રાજ્યમાં ચાલુ વર્ષે ૧૦૩ ટકા જેટલો વરસાદ પડ્યો હતો અને જેમાં ખાસ કરીને સપ્ટેમ્બરમાં વરસાદનો તોફાની રાઉન્ડ આવતાં સિંચાઈનો પ્રશ્ન હલ થઈ ચૂક્યો છે. અલનીનોના કારણે ઓગસ્ટમાં મેઘરાજાએ સંતાકૂકડી રમી હતી પણ સપ્ટેમ્બરમાં બારે મેઘ ખાંગા થયા હતા. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદ અને વાવાઝોડાને લઈ છોતરા કાઢી નાખે તેવી આગાહી કરી છે અને તેમના કહ્યા મુજબ, નવરાત્રિમાં વરસાદની એન્ટ્રી થઈ શકે છે અને એ પહેલાં ચક્રવાતી વાવાઝોડું પણ ફૂંકાઈ શકે છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર