Gujarat

અંબાલાલ પટેલ ત્રાટક્યા : વરસાદના વધુ એક રાઉન્ડ માટે થઈ જાવ તૈયાર 

અંબાલાલ પટેલ ત્રાટક્યા : વરસાદના વધુ એક રાઉન્ડ માટે થઈ જાવ તૈયાર 

- બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ ઊભું થયા બાદ વરસાદી સિસ્ટમ સર્જાશે
- નવલી નવરાત્રિના પહેલા નોરતે વરસાદની એન્ટ્રી થશે : વાદળછાયું વાતાવરણ રહેશે

ગાંધીનગર,બુધવાર

  રાજ્યમાંથી આમ તો નૈઋત્યના ચોમાસાની વિદાય શરૂ થઈ ચૂકી છે અને હવે ભાદરવો આકરો બની રહ્યો છે. ગરમીનું પ્રમાણ વધ્યું છે તો વહેલી સવારે ઠંડી અનુભવાય છે જેના કારણે નજીકના દિવસોમાં ઠંડીનો ચમકારો શરૂ થઈ શકે છે. જાે કે, નવરાત્રિમાં મેઘરાજા ખેલ બગાડી શકે છે અને વરસાદનો વધુ એક રાઉન્ડ આવી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. તેમણે કહ્યું કે, દિવસે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે પણ આવનારા દિવસોમાં બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ સર્જાવવાનું છે અને એક વરસાદ લાવે તેવી સિસ્ટમ પણ સર્જાશે જેના કારણે વરસાદનો વધુ એક રાઉન્ડ આવી શકે છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  રાજ્યમાં ચાલુ વર્ષે ૧૦૪ ટકાથી વધારે વરસાદ પડ્યો છે જેના કારણે જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક થઈ છે તો નદીઓમાં પણ પૂરની સ્થિતિ જાેવા મળી હતી. હવે દેશ સહિત રાજ્યમાંથી વરસાદની વિદાયની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોંકાવનારી આગાહી કરતાં કહ્યું કે, હજુ વરસાદના એક રાઉન્ડ માટે તૈયાર થઈ જજાે, નવરાત્રિના પહેલા નોરતે જ મેઘરાજા એન્ટ્રી કરી શકે છે અને ખેલૈયાઓના રંગમાં ભંગ પડી શકે છે. તેમણે કહ્યું કે, ૧૪ ઓક્ટોબરથી વરસાદનો રાઉન્ડ આવી શકે છે. ૧૦ ઓક્ટોબરથી બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ ઊભું થતાં વરસાદી સિસ્ટમ સર્જાશે અને જેના કારણે નવરાત્રિમાં વરસાદ પડી શકે છે અને નવરાત્રિ દરમિયાન વાદળછાયું વાતાવરણ જાેવા મળી શકે છે. 

  અંબાલાલ પટેલે કહ્યું કે, ૧૨થી ૧૪ ઓક્ટોબર દરમિયાન વાદળછાયું વાતાવરણ જાેવા મળશે અને ૧૪મી ઓક્ટોબરે મેઘરાજાની એન્ટ્રી થઈ શકે છે. માત્ર એટલું જ નહી પણ ૧૭ ઓક્ટોબરે દરિયાકાંઠે તોફાની પવન ફૂંકાઈ શકે છે અને જેની ગતિ પ્રતિ કલાકની ૧૫૦ કિલોમીટરની હોઈ શકે છે. નવરાત્રિ દરમિયાન વરસાદની સાથે સાથે વાવાઝોડું પણ ફૂંકાઈ શકે તેમ હોવાનું તેમણે કહ્યું હતું. રાજ્યમાં ચાલુ વર્ષે જુન અને જુલાઈમાં સારો વરસાદ પડ્યો હતો પણ અલનીનોના કારણે ઓગસ્ટ કોરોધાકોર રહ્યો હતો પણ સપ્ટેમ્બરમાં સાંબેલાધાર વરસાદ પડ્યો હતો. હવે ફરીથી નવરાત્રિમાં લોકોએ વરસાદના વધુ એક રાઉન્ડ માટે તૈયાર થવું પડશે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો