- મોડાસા તાલુકાના મોટી ચીચોણો, લાલપુર અને ગાજણ મુકામે અમૃત કળશ યાત્રા કાર્યક્રમ
દિનેશ નાયક, મોડાસા,શુક્રવાર
આઝાદીના અમૃત મહોત્સવના ભાગ રૂપે હર્ષોલ્લાસ સાથે સમગ્ર દેશમાં ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તારીખ 6 ઓક્ટોબર થી 31 ઓક્ટોબર સુધી “મારી માટી-મારો દેશ” અંતર્ગત અમૃત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગ રુપે આજરોજ માન. મંત્રી ભિખુસિંહજી પરમારના અધ્યક્ષ સ્થાને અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના મોટી ચીચોણો, લાલપુર અને ગાજણ મુકામે અમૃત કળશ યાત્રા યોજાઈ.