- મિત્રો સાથે આંટો મારવા નીકળ્યા હતા અને ત્યારે જ કાળ ભરખી ગયો
- નામાંકિત હાર્ટ સર્જનો સાથે કામ કરી ચૂકેલા કર્મચારીના મોતથી ચકચાર
રાજકોટ, મંગળવાર
રાજ્યમાં હાર્ટ એટેક એક પછી એક યુવાનોને ભરખી રહ્યો છે. રાજકોટમાં આજે હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારીનું મિત્રો સાથે ફરવા ગયા તે દરમિયાન એકાએક મોત થયું હતું. યુવાનના મોતને પગલે પરિવારજનો આઘાતમાં છે. પ્રાથમિક દ્રષ્ટિએ હાર્ટ એટેકને કારણે યુવકનું મોત નીપજ્યું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.