District

ગાંધીનગરના સુઘડ ગામે પોલીસ ખાતાના કર્મચારીનો ચાર વ્યક્તિઓ પર હુમલો 

ગાંધીનગરના સુઘડ ગામે પોલીસ ખાતાના કર્મચારીનો ચાર વ્યક્તિઓ પર હુમલો 

- અગાઉ થયેલ FIRમાં જવાબ લખાવ્યા બાબત અંગેનો વહેમ રાખીને યુવાનને આપી ધમકી 
- બનાવમાં બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા 

ગાંધીનગર, ગુરુવાર

  ગાંધીનગરના સુઘડ ગામે રહેતા યુવાન સહિત તેની માતા, પત્ની અને મિત્રની પત્ની પર એક પોલીસ ખાતાનો કર્મચારી સહિત બે વ્યક્તિઓએ હુમલો કર્યો હતો. પોલીસ ખાતાના કર્મચારી સામે અગાઉ થયેલ FIRમાં તેની સામે જવાબ લખાવ્યા બાબત અંગેનો વહેમ રાખીને યુવાનને ઘરની નીચે બોલાવી તેની સાથે ઝઘડો કરી ધાક ધમકી આપી માર મારતા છોડાવવા માટે વચ્ચે પડેલા માતા, પત્ની અને મિત્રની પત્નીને પર પોલીસ ખાતાના કર્મચારી અને તેના મિત્રએ માર માર્યો હતો. બનાવમાં બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 

  પ્રાપ્ત વિગત અનુસાર ગાંધીનગરના સુઘડ ગામે રહેતા તુષારભાઇ યશવંતભાઇ રાવલ ગઈ કાલે ઘરે હાજર હતા દરમિયાન સોસાયટીમાં રહેતા અને પોલીસ ખાતામાં નોકરી કરતા વિજેન્દ્રસિંહ પરમારે ફોન ઉપર ઘરની નીચે આવવાનું કહેતા તુષારભાઇ નીચે ગયા હતા. જ્યાં વિજેન્દ્ર્સિંહ પરમાર હાજર હતા અને તેમણે તુષારભાઇને કહ્યું હતું કે, હેતલબેન તન્નાની એફ.આઇ.આરમા કેમ મારા વિરુધ્ધના જવાબ લખાવ્યા છે જેથી ફરિયાદી જણાવ્યું હતું કે મે જવાબમા તમારુ નામ લખાવ્યુ નથી કહેતા વિજેન્દ્રસિંહ પરમાર ઉશ્કેરાઈને ફરિયાદીને બે ત્રણ લાફા ઝીંકીને ફેટો મારી ફરિયાદી કઈ સમજે તે પહેલા વિજેન્દ્રસિંહ પોતાની ગાડીમાંથી લોખંડનો સળીયો લઈને ફરિયાદીના પગે તથા બરડાના ભાગે માર મારીને ચાલ્યો ગયો હતો, જે બાદ ફરિયાદી આ અંગેની જાણ પોલીસ સ્ટેશનમા કરવા માટે માતા પિતા સાથે જઈ રહ્યા હતા ત્યારે ફરી વિજેન્દ્રસિંહ મિત્ર કુંજલ રાવલ સાથે આવી ગાળો બોલીને ગડદાપાટુ મારવા લાગતાં તુષારભાઇના મમ્મી છોડાવવા વચ્ચે પડતાં ઉપરોકત બંનેએ તેમણે પણ માર માર્યો હતો અને 'હવે તુ મને સોસાયટીમા દેખાઇશ તો જાનથી મારી નાખીશ' તેવી ધાક ધમકી આપી હતી. બનાવને પગલે ફરિયાદીની પત્ની તથા પાડોશી મિત્ર યોગેન્દ્રભાઇની પત્ની છોડાવવા માટે વચ્ચે પડતાં વિજેન્દ્રસિંહ તેમને પણ  ગડદાપાટુ તથા લાફા મારવા લાગતાં હોબાળો થયો હતો જેથી આજુબાજુના લોકો દોડી લાવતા ઉપરોક્ત બંને ચાલ્યા ગયા હતા. જે બાદ ફરિયાદી અને મિત્ર યોગેન્દ્રભાઇની પત્નીને વધુ ઇજાઓ થઈ હોવાથી 108 મારફતે સારવાર માટે હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ મિત્ર યોગેન્દ્રભાઇને થતાં તેઓ બ્લોકની નીચે આવતા વિજેન્દ્રસિંહે ગાળો બોલી તેમની ગાડીને નુકશાન કરી  ડ્રાઇવર બાજુનો આગળનો કાચ તોડી નુકશાન કર્યું હતું. જે સમગ્ર મામલે તુષારભાઇએ વિજેન્દ્રસિંહ પરમાર અને કુંજલ રાવલ સામે અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. (તસવીર પ્રતીકાત્મક છે)ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

 

ગાંધીનગરના સુઘડ ગામે પોલીસ ખાતાના કર્મચારીનો ચાર વ્યક્તિઓ પર હુમલો