Entertainment

અનન્યા પાંડેની ઓવરએક્ટિંગ ફરાહ ખાનને પણ પડી ભારે, ચંકી પાંડેને આપી સલાહ

અનન્યા પાંડેની ઓવરએક્ટિંગ ફરાહ ખાનને પણ પડી ભારે, ચંકી પાંડેને આપી સલાહ

- અનન્યા પાંડેએ આ વીડિયો તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પરથી શેર કર્યો 

- વીડિયો પૂર્વ આયોજિત હોવાનું બહાર આવ્યું

મુંબઈ,બુધવાર 

    ફિલ્મમેકર ફરાહ ખાન ઘણીવાર પોતાના કો-સ્ટાર્સ સાથે મસ્તી કરતી જોવા મળે છે. જેના કેટલાક વીડિયો કે તસવીરો વાયરલ થતા રહે છે. જે તેના ચાહકોને ખૂબ જ ગમે છે. ત્યારે તાજેતરમાં ફરાહે અનન્યા પાંડેને કંઈક એવું કહ્યું કે અનન્યા રડી પડી. તેમજ આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. આ વીડિયોને લોકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. ફરાહે ચંકી પાંડેને આપેલી સલાહ પણ હેડલાઇન્સમાં છે.

  હાલમાં જ ફરાહે અનન્યા પાંડેને કંઈક એવું કહ્યું કે તે રડી પડી. તેમનો આ વીડિયો ચર્ચાનો વિષય બની રહ્યો છે. તાજેતરમાં તેનો એક વીડિયો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં ફરાહ એક્ટર ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડેને એવી રીતે કહે છે કે અભિનેત્રી રડી પડે છે. વિડીઓમાં જોઈ શકાય છે કે અનન્યાએ ગ્રીન કોર્સેટ ટોપ અને મેચિંગ પેન્ટ પહેર્યું છે. આ દરમિયાન તે શૂટ માટે મેકઅપ કરાવી રહી છે. પછી જ્યારે કેમેરા સામે આવે છે, ત્યારે અનન્યા કહે છે, "મિત્રો, હું અનન્યા પાંડે છું." ત્યારે અચાનક ફરાહ આવે છે અને કહે છે, "અનન્યા, અનન્યા, તેં 'ખલી પીલી' માટે નેશનલ એવોર્ડ જીત્યો છે." આ સાંભળીને અનન્યા આનંદથી કૂદી પડે છે અને તેની મેકઅપ ટીમ સાથે ઉજવણી કરવાનું શરૂ કરે છે. પણ પછી ફરાહ કહે છે, “હું મજાક કરું છું .જેના પર બધા અટકી જાય છે અને પછી અનન્યા રડતી પડે  છે. પરંતુ તે પછી અનન્યાની પ્રતિક્રિયા આવે છે. આ વીડિયો પૂર્વ આયોજિત હોવાનું બહાર આવ્યું છે. અનન્યા પાંડેએ પોતે આ વીડિયો તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પરથી શેર કર્યો છે. આ સાથે, તેણે કેપ્શનમાં લખ્યું, "ઓવરએક્ટિંગના 50 પૈસા... @farahkhankunder સાથે હંમેશની જેમ સૌથી મજાનો સમય." જેના પર કમેન્ટ કરતા ચંકી પાંડે લખે છે, "ફરાહ આ વીડિયોમાં ઓવરએક્ટ કરવા બદલ તને એવોર્ડ મળવો જોઈએ." તે જ સમયે, ફરાહ તેમને જવાબ આપે છે, "પહેલા તમારી પુત્રીનું ધ્યાન રાખો." બંને કલાકારોના આ વીડિયો કરતાં ચંકી અને ફરાહની કોમેન્ટ ચર્ચામાં રહે છે. જેના પર લોકો અનન્યા પાંડેની ખૂબ મજાક ઉડાવી રહ્યા છે. 

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો

અનન્યા પાંડેની ઓવરએક્ટિંગ ફરાહ ખાનને પણ પડી ભારે, ચંકી પાંડેને આપી સલાહ