Gujarat

આંગણવાડી કાર્યકર : તેડાગર બહેનો દ્વારા પડતર પ્રશ્નો અંગે આવેદન પત્ર આપવામાં આવ્યું

- આંગણવાડી કર્મચારી સભા નેજા હેઠળ આપવામાં આવ્યું આવેદન પત્ર

- મહિલા અને બાળ વિકાસ કમિશ્નર ને આપવામાં આવ્યું આવેદન પત્ર

ગાંધીનગર, સોમવાર

       આંગણવાડી કર્મચારી સભા નેજા હેઠળ ગુજરાત રાજ્ય આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો દ્વારા પડતર પ્રશ્નો અંગે મહિલા અને બાળ વિકાસ કમિશ્નર ને આપવામાં આવ્યું આવેદન પત્ર આપવામાં આવ્યું છે. જેમાં વેતન વધારાથી લઈને સરકારી ધારાધોરણ વર્ગમાં સમાવેશ કરવા ઉપરાંત વય મર્યાદામાં વધારો કરવાની માગણી સાથેનું આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

      પ્રાપ્ત માહિતીનુસાર આજ રોજ ગાંધીનગર ખાતે મહિલા અને બાળ વિકાસ કમિશનરને આંગણવાડી કર્મચારી સભા નેજા હેઠળ આંગણવાડી કર્મચારી તેડાગર બહેનો દ્વારા પડતર પ્રશ્નો અંગે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં માગણીઓ કરવામાં આવી છે કે આંગણવાડી કર્મચારી તેડાગર બહેનોને વર્ગ 3 અથવા 4 માં સમાવેશ કરી લઘુતમ વેતન આપવામાં આવે, માનદ સેવકની બદલી સરકારી નોકરીયાત અથવા શ્રમજીવી નો દરજ્જો આપવામાં આવે, ખાનગીકરણ બંધ કરી સરકારી પ્રાથમિક શાળાઓની જેમ રજાઓનો લાભ આપવામાં આવે, વયનિવૃત્તિ ૬૨ વર્ષની કરવામાં આવે છે સાથે સાથે નિવૃત્તિ પછી પેન્શનની પ્રથા આપવામાં આવે, આંગણવાડી કર્મચારી તેડાગર બહેનોને સ્થળ બદલીનો લાભ આપવામાં આવે, સહિતના અનેક પ્રશ્નોની રજૂઆત સાથેનો આવેદનપત્ર આપી સત્વરે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.weu

આંગણવાડી કાર્યકર : તેડાગર બહેનો દ્વારા પડતર પ્રશ્નો અંગે આવેદન પત્ર આપવામાં આવ્યું