Gujarat

વડોદરા કોંગ્રેસમાં લોકસભા ચૂંટણી પહેલાં વધુ એક રાજીનામું, ભરતસિંહ સોલંકી પર કર્યા ગંભીર આક્ષેપ 

વડોદરા કોંગ્રેસમાં લોકસભા ચૂંટણી પહેલાં વધુ એક રાજીનામું, ભરતસિંહ સોલંકી પર કર્યા ગંભીર આક્ષેપ 

- લોકસભા ચૂંટણી પહેલા વડોદરા શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ કુલદીપસિંહ વાઘેલાએ આપ્યું રાજીનામું 
- જો આમ જ ચાલવાનું હોય તો કોંગ્રેસ ક્યારેય બેઠી થાય નહીં,હું મીલીભગત નેતૃત્વ સાથે કામ નહીં કરી શકું : કુલદીપસિંહ વાઘેલા

વડોદરા, બુધવાર 

  વડોદરા જિલ્લામાં કોંગ્રેસમાં ભૂકંપ આવ્યો છે, અહીં કોંગ્રેસના નેતાએ અચાનક રાજીનામું ધરી દીધું છે, આ પછી કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે. વડોદરા શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ કુલદીપસિંહ વાઘેલાએ રાજીનામું આપી દીધું છે. તેઓએ કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી પર આક્ષેપો કરી રાજીનામું આપી દીધું છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

Embed Instagram Post Code Generator

કુલદીપસિંહ વાઘેલાએ રાજીનામા પત્રમાં પણ ભરતસિંહ સોલંકી પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેઓએ જણાવ્યું છે કે, ભરતસિંહ સોલંકીના વિશ્વાસું માણસો ભાજપમાં જોડાયા છે. ભૂતકાળમાં જે.વી કાકડીયા પણ ભરતસિંહ સોલંકીના કહેવાથી ભાજપમાં જોડાયા હોવાનો પણ આક્ષેપ કર્યો છે. કોંગ્રેસ મારી માતૃ સંસ્થા છે. જેમાં નાના બાળકને ઉછેરે તેમ કોંગ્રેસ પરિવારે સામાજિક જીવનમાં મારો ઉછેર કર્યો છે, જેથી હું હંમેશા કોંગ્રેસ વિચારધારા સાથે વરેલો છું અને રહીશ. હું વડોદરા યુવક કોંગ્રેસમાં સૌથી વધુ યુવાઓના મતો મેળવી ચૂંટાયેલો પ્રમુખ છું. હું હવે મીલીભગત નેતૃત્વ સાથે કામ નહીં કરી શકું, માટે હું વડોદરા શહેર યુથ કોંગ્રેસ પદેથી રાજીનામું આપુ છું. હું કોંગ્રેસની વિચારધારાને વરેલો છું કાર્યકર અને શુભેચ્છક રહીશ.ભરતસિંહ સોલંકી પર આક્ષેપ કરતા લખ્યું છે કે, ભાજપમાંથી કૂદકો મારી એકપણ વખત કોંગ્રેસ કાર્યાલયનું પગથિયું જોયા વગર પ્રશાંત પટેલને સીધો વડોદરા કોંગ્રેસ પ્રમુખ આપ (ભરતસિંહ સોલંકી)ની અંગત મહેરબાનીથી બનાવી દીધો. વડોદરા કોંગ્રેસના પ્રમુખ તરીકેની બીજી ટર્મ માટે ફરી આપની મહેરબાનીનો વરસાદ થતાં ભાજપમાંથી આવેલા પ્રશાંત પટેલને પ્રમુખ બનાવ્યો. અનિલ પરમાર જેને તમે કોર્પોરેટરની ટિકિટ અપાવી, જીતાડ્યો, વિધાનસભાની ટિકિટ અપાવી. આમ લાયકાતથી વિશેષ બીજા કાર્યકરોના હક્ક ઝૂંટવી તેને આપ્યું તો માત્ર તમારા જ અંગત લોકો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા. આ અગાઉ પણ ભરતસિંહના કહેવાથી ધારાસભ્ય જે.વી કાકડીયા ભાજપમાં જોડાયા તેવો આક્ષેપ જે.વી કાકડીયાના પત્ની કરી ચૂક્યા છે.જો આમ જ ચાલવાનું હોય તો કોંગ્રેસ ક્યારેય બેઠી થાય નહીં, જો ભાજપ પ્રેરિત લોકો નેતૃત્વ કરે તો હું મીલીભગત નેતૃત્વ સાથે કામ નહીં કરી શકું, માટે હું વડોદરા શહેર યુથ કોંગ્રેસ પદેથી રાજીનામું આપુ છું. હું કોંગ્રેસની વિચારધારાને વરેલો છું કાર્યકર અને શુભેચ્છક રહીશ. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો