District

યાત્રાધામ શામળાજીમાં રહેતા આદિવાસી લોકોને ટીપી સ્કીમ હેઠળ રિંગ રોડમાં થતા નુકશાનની ભરપાઈ કરવા કલેકટરને આવેદન 

- આદિવાસી યુવા અગ્રણી નેતા અને પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખ રાજેન્દ્ર પારઘી સહીત અનેક લોકો આવેદનપત્ર આપવા પહોંચ્યા

- આદિવાસી સમાજના હિતમાં નિર્ણય લેવામાં આવે અને ટીપી સ્કીમ અંગે પૂનઃ વિચાર કરવાની માંગ

ભિલોડા,શુક્રવાર 

    અરવલ્લી જીલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે વર્ષ 1972માં ટીપી સ્કીમ જાહેર કરાઈ હતી.ત્યાર બાદ આ પ્રકરણે કોર્ટ મેટર થતાં વર્ષ 2021માં નવી સુધારેલ ટીપી સ્કીમની અમલવારી શરૂ કરાઈ છે. ત્યારે મંદિરને ફરતે 1 કિ.મી. લાંબો અને 60 ફુટની પહોળાઈ વાળો રીંગરોડ મંજૂર કરાતાં આ રોડના એલાઈમેન્ટની ડીમાર્કેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે ટીપી સ્કીમમાં અસરગ્રસ્ત આદિવાસી સમાજના લોકોએ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી ટીમી સ્કીમમાં અસરગ્રસ્ત લોકો અને વેપારીઓને યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની માંગ કરી હતી  ટીપી સ્કીમમાં મુખ્યત્વે આદિવાસી સમાજના ગરીબ લોકોની ખેતીની જમીન, રહેઠાણ મકાન અને ગલ્લાને ભારે નુકશાન પહોંચ્યું હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

    આદિવાસી અગ્રણી યુવા નેતા રાજેન્દ્ર પારઘી, શામળાજી ગ્રામ પંચાયત સરપંચ અને આદિવાસી સમાજના અસરગ્રસ્તોએ જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે સરકારની નગર નિયોજીત રચના નં.૧ હેઠળ અમારી ખેતીની જમીનમાં સરકાર ધ્વારા રસ્તા, ગટરલાઈન, સ્ટ્રીટલાઈન કરી રીંગ રોડ નિકાળવા માટે ખુબજ ટૂંકી જમીનો અને રહેઠાણના મકાનો આવેલ છે ત્યાં તંત્ર ધ્વારા તોડી,પાડી, કબજો લેવામાં આવી રહ્યો છે ત્યારે અમો આદીવાસી સમાજના ગરીબ માણસો તથા બહેનોની હાલત દયનિય બની છે ટીપી સ્કીમના પગલે આદિવાસી સમાજના માણસો ખેતવીહોણા ન બને, મકાન વગરના ના બને અને તેઓની બાપદાદા વખતની વડિલોપાર્જીત ખેતીની માલીકી છીનવાઈ ન જાય અને ટીપી સ્કીમની કામગીરી અંગે અસરગ્રસ્તોનું ધ્યાન દોરવામાં આવે અને નુકશાન ન જાય તે માટે આદિવાસી સમાજના હિતમાં નિર્ણય લેવામાં આવે અને ટીપી સ્કીમ અંગે પૂનઃ વિચાર કરવાની માંગ કરી હતી.

    ટીપી સ્કીમના અસરગ્રસ્તોને યોગ્ય વળતર આપવામાં આવે તેમજ મફત પ્લોટ, મકાન સહાય, ધંધા રોજગારની વ્યવસ્થા કરવાની માંગ કરી હતી. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

યાત્રાધામ શામળાજીમાં રહેતા આદિવાસી લોકોને ટીપી સ્કીમ હેઠળ રિંગ રોડમાં થતા નુકશાનની ભરપાઈ કરવા કલેકટરને આવેદન