Gujarat

અર્વાચીન ગરબાથી હાર્ટ એટેકનું જોખમ ઓછું 
 

અર્વાચીન ગરબાથી હાર્ટ એટેકનું જોખમ ઓછું 
 

- હાર્ટ એટેકના વધતાં બનાવોને લઈને ખેલૈયાઓ અને આયોજકોમાં ચિંતા

- પાર્ટી પ્લોટના ગરબા કરતા ફરીથી શેરી ગરબાને અપનાવવાનો સમય આવી ગયો છે

અમદાવાદ, સોમવાર

  નવરાત્રીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે,ત્યારે ખેલૈયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પણ સાથે સાથે ચિંતા પણ કોરી ખાતી હોય તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. રાજ્યમાં હાર્ટ એટેકના બનાવોને પગલે આયોજકોની સાથે સાથે ખેલૈયાઓ પણ ચિંતિત છે. ગરબા સ્થળે તમામ મેડિકલ સુવિધાઓ ઊભી કરવામાં આવશે, પરંતુ તેમ છતાં કોઈ અઘટિત ઘટના ન ઘટે તે માટે આયોજકો માને પ્રાર્થના કરી રહ્યા છે. આ બધા વચ્ચે નિષ્ણાંતો પરંપરાગત ગરબાને પુનઃ અપનાવવાનો સમય આવી ગયો હોવાનું જણાવી રહ્યા છે. આપણા અર્વાચીન ગરબા માની ભક્તિ અને સ્તુતિની સાથે સાથે શરીરને હળવી કસરત આપનારા છે. ત્યારે પાર્ટી પ્લોટમાં ઠેકડા મારી મારીને નાચવાની જગ્યાએ એક તાળી, બે તાળી, ત્રણ તાળી જેવા અર્વાચીન ગરબાઓ તરફ વળવાની સલાહ નિષ્ણાંતો આપે છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  રાજ્યમાં યુવાઓમાં હાર્ટ એટેકના બનાવોમાં ચિંતાજનક વધારે થયો છે. યુવાનો જ નહીં પણ કિશોરો પણ હાર્ટ એટેકને કારણે મૃત્યુ પામ્યા હોય તેવી ઘટનાઓ પ્રકાશમાં આવી છે. હાર્ટ એટેકના સતત વધી રહેલા બનાવોને પગલે આ વખતે આયોજકો પણ ચિંતામાં છે તેમાં એ વળી રાજ્યમાં ગરબા ની પ્રેક્ટિસ દરમિયાન જ યુવાનો હાર્ટ એટેકને કારણે મોતને ભેટ્યા બાદ આયોજકોની સાથે સાથે ખેલૈયાઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે. પાર્ટી પ્લોટમાં યોજાતા ગરબામાં - ગ્રાઉન્ડમાં મેડિકલ સુવિધાઓ ઉભી કરવામાં આવશે, પરંતુ ખેલૈયાઓ સાવ નિશ્ચિંત થઈને આ વર્ષે ગરબે નહીં ઘુમે. વાલીઓમાં પણ આ વખતે હાર્ટ એટેકના જોખમને લઈને ચિંતા જોવા મળી રહી છે. ત્યારે નિષ્ણાંતો પરંપરાગત અને અર્વાચીન ગરબા તરફ વળવાનો સમય આવી ગયો હોવાનું જણાવે છે. ગાડરીયા પ્રવાહમાં વહીને યુવાઓ પોતાના સ્વાસ્થ્યને જોખમમાં નાખતા જોવા મળે છે. પાર્ટી પ્લોટમાં ભીડમાં સતત ફાસ્ટ મ્યુઝિક ઉપર ગરબા રમતા રમતા ખેલૈયાઓ થાકે ત્યારે ફાસ્ટ ફૂડ કે કોલ્ડ્રીંક ઉપર મારો ચલાવે છે. જે તેમના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. અર્વાચીન ગરબામાં માં ની ભક્તિની સાથે સાથે શરીરને હળવી કસરત થાય છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

અર્વાચીન ગરબાથી હાર્ટ એટેકનું જોખમ ઓછું