Sports

Asian Games : દીપિકાના ગોલ્ડ જીતવાથી ગદ્દગદ્દ થયો દિનેશ કાર્તિક, દિલ ખોલીને કરી પત્નીની પ્રશંસા

Asian Games : દીપિકાના ગોલ્ડ જીતવાથી ગદ્દગદ્દ થયો દિનેશ કાર્તિક, દિલ ખોલીને કરી પત્નીની પ્રશંસા

- દીપિકા પલ્લીકલ અને હરિન્દર પાલ સિંહ સંધુએ મિક્સ ડબલ્સની ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીત્યો
- ફાઈનલ મેચમાં આ ભારતીય જોડીએ મલેશિયાની આઈફા બિન્તી અજમાન અને મોહમ્મદ સ્યાફીક બિન મોહમ્મદ કમાલને હરાવ્યા

હાંગઝોઉ, ગુરુવાર 

  Asian Games : ભારતની સ્ટાર મહિલા સ્ક્વોશ ખેલાડી દીપિકા પલ્લીકલે એશિયન ગેમ્સ 2023માં મિક્સ ડબલ્સની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેના પતિ અને ક્રિકેટર દિનેશ કાર્તિક આ સિદ્ધિથી ખૂબ જ ખુશ છે. એશિયન ગેમ્સ 2023માં દીપિકા પલ્લીકલ અને હરિન્દર પાલ સિંહ સંધુએ મિક્સ ડબલ્સની ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ફાઈનલ મેચમાં આ ભારતીય જોડીએ મલેશિયાની આઈફા બિન્તી અજમાન અને મોહમ્મદ સ્યાફીક બિન મોહમ્મદ કમાલને હરાવ્યા હતા. 35 મિનિટ સુધી ચાલેલી આ મેચમાં ભારતીય જોડીએ 11-10 અને 11-10થી આસાનીથી જીત મેળવી હતી. ટીમ ઈન્ડિયાના ક્રિકેટર અને દીપિકા પલ્લીકલના પતિ દિનેશ કાર્તિક આ જીતથી ખૂબ જ ખુશ છે..ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  કાર્તિક ICC ODI વર્લ્ડ કપ 2023 માટે કોમેન્ટ્રી પેનલનો ભાગ હોવાને કારણે કાર્તિક તેની પત્ની સાથે ચીનના હાંગઝોઉ જઈ શક્યો ન હતો. આવી સ્થિતિમાં તેણે સોશિયલ મીડિયા પર ટ્વિટ કરીને પત્નીને પ્રોત્સાહન આપ્યું હતું. દીપિકા, સંભવતઃ છેલ્લી વખત એશિયન ગેમ્સમાં રમી રહી હતી, તેણે તેના અભિયાનનો અંત બે મેડલ સાથે કર્યો હતો. તે કાંસ્ય ચંદ્રક જીતનારી મહિલા ટીમનો પણ ભાગ હતી. આ 32 વર્ષીય ખેલાડીએ ચાર એશિયન ગેમ્સમાં છ મેડલ જીત્યા છે, જેમાં એક ગોલ્ડ, એક સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. પત્નીની આ સિદ્ધિ પર દિનેશ કાર્તિકે ટ્વિટ કર્યું અને લખ્યું, 'એકવાર ફરી ગોલ્ડ ટાઈમ,' ખૂબ જ શાનદાર દીપિકા અને આ વીડિયો માટે હરિન્દર અને વોશિંગ્ટન સુંદરનો ખૂબ ખૂબ આભાર.' અન્ય એક ટ્વિટમાં વોશિંગ્ટન સુંદર અને રાહુલ ત્રિપાઠીને ટેગ કરતાં કાર્તિકે લખ્યું, 'વોશિંગ્ટન સુંદર અને રાહુલ ત્રિપાઠી તમારો ખૂબ ખૂબ આભાર. તમે બધા દીપિકા અને ભારતીય સ્ક્વોશને ટેકો આપવા માટે બહાર આવ્યા તે જોઈને આનંદ થયો.  મને એ વાતની પણ ઈર્ષ્યા થાય છે કે હું ત્યાં પહોંચી શક્યો નથી, પણ મને એ ખૂબ ગમ્યું કે તમે ક્રિકેટમાંથી સમય કાઢીને સ્ક્વોશ જોવા ગયા.તમને જણાવી દઈએ કે ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમ પણ એશિયન ગેમ્સમાં ભાગ લઈ રહી છે. આવી સ્થિતિમાં ટીમના ખેલાડીઓ પ્રેક્ટિસમાંથી સમય કાઢીને અન્ય રમત સાથે જોડાયેલા ખેલાડીઓને સપોર્ટ કરી રહ્યા છે. હોકી મેચમાં ભારતીય ક્રિકેટરો પણ હાજર રહ્યા હતા. એશિયન ગેમ્સમાં ભારતીય ક્રિકેટ ટીમની બાંગ્લાદેશ સાથે સેમિફાઇનલ મેચ છે. ટીમ ઈન્ડિયાએ ક્વાર્ટર ફાઇનલમાં નેપાળને હરાવ્યું હતું.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

Asian Games : દીપિકાના ગોલ્ડ જીતવાથી ગદ્દગદ્દ થયો દિનેશ કાર્તિક, દિલ ખોલીને કરી પત્નીની પ્રશંસા