National

Assembly Election 2022 : ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત થયું કોંગ્રેસ, વર્ચ્યુઅલ અને 3D રેલીઓની તૈયારી

Assembly Election 2022 : ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત થયું કોંગ્રેસ, વર્ચ્યુઅલ અને 3D રેલીઓની તૈયારી

- વિધાનસભા ચૂંટણીમાં હવે ડિજિટલ રાજકીય યુદ્ધ થવાનું નક્કી

- વર્ચ્યુઅલ રેલીઓને સામાન્ય જનતા સુધી પહોંચાડવા માટે એલઈડી મોબાઈલ વાન અને પ્રોજેક્ટરનો પણ ઉપયોગ કરવામાં આવશે

- સોશિયલ મીડિયા દ્વારા જનતા સુધી પહોંચશે કોંગ્રેસ

 

નવી દિલ્હી, સોમવાર

       કોરોના સંક્રમણના પ્રકોપ વચ્ચે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં હવે ડિજિટલ રાજકીય યુદ્ધ થવાનું નક્કી છે. છેલ્લા કેટલાક દિવસો પર નજર નાખીએ તો ભાજપ તેમાં અન્ય દળોની તુલનામાં વ્યસ્ત છે. ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી રેલીઓ, પદયાત્રાઓથી લઈને શેરી સભાઓ પર હાલ માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ત્યારે કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પાર્ટીઓ ડિજિટલ યુદ્ધની તૈયારીઓમાં લાગી ગઈ છે. કોંગ્રેસ રાજ્ય મુજબ પોતાનો રોડ મેપ તૈયાર કરી રહી છે.

      કોંગ્રેસ પાર્ટી દ્વારા દિલ્હીમાં કોંગ્રેસ હેડક્વાર્ટર 24 અકબર રોડ, સોનિયા નિવાસ દસ જનપથ, રાહુલ ગાંધીના ઘર 12 તુગલક લેન, 15 જીઆરજી વોર રૂમ સહિત રાજ્યોની રાજધાનીઓથી લઈ જિલ્લા કાર્યલયોમાં ગ્રીન રૂમ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જ્યાંથી નેતા વર્ચ્યુઅલ રીતે જનતા સાથે જોડાઈ શકશે. વર્ચ્યુઅલ રેલીઓને સામાન્ય જનતા સુધી પહોંચાડવા માટે એલઈડી મોબાઈલ વાન અને પ્રોજેક્ટરનો પણ ઉપયોગ કરવામાં આવશે.

સોશિયલ મીડિયા દ્વારા જનતા સુધી પહોંચશે કોંગ્રેસ
         ટ્વીટરનો ઉપયોગ નવીનતમ આંકડાઓને ધ્યાનમાં રાખીને નેરેટિવ સેટ કરવા માટે કરવામાં આવશે. ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ દ્વારા મતોને પોતાની તરફ ખેંચવા માટેનો પ્રયાસ કરવામાં આવશે. ફેસબુક, ટ્વીટર અને ઈન્સ્ટાગ્રામ પર વીડિયો કન્ટેન્ટ મુકવાની સાથએ જ નેતાઓનું લાઈવ પણ કરવામાં આવશે. ઝૂમ અને સ્કાઈપે જેવા માધ્યમોનો ઉપયોગ પણ ચૂંટણી કેમ્પઈનમાં કરવામાં આવશે. વર્ચ્યુઅલ કાર્યક્રમમાં કન્ટેન્ટનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.

 ‌        પાર્ટીનું માનવું છે કે ડિજિટલ યુદ્ધમાં કન્ટેન્ટ જ સૌથી મહત્વનું છે. ચૂંટણીમાં તેના દ્વારા જ પ્રચારમાં વધારો કરી શકાય છે. સામાન્ય રેલીઓ અલગ અલગ સ્થળોએ થાય છે, જ્યાં સામગ્રીનું પુનરાવર્તન કરી શકાય છે. જો કે ડિજિટલ દુનિયામાં દરેક વખતે કન્ટેન્ટ નવું હોવું જોઈએ. ધ્યાન ખેંચનારૂ કન્ટેન્ટ હોવું જોઈએ, જેથી લોકોને સતત જોડીને રાખી શકાય. કંટાળાજનક અને પુનરાવર્તિત સામગ્રી ડિજિટલ યુગમાં ટકી શકતી નથી. કારણ કે લોકો દર વખતે કંઈક નવું જોવા માંગે છે.

વર્ચ્યુઅલ થ્રીડી રેલીઓ પણ કરશે નેતા
         પાર્ટી બ્લોક લેવલ સુધીના કાર્યકરોને વોટ્સએપ, ફેસબુક, ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ સાથે જોડાઈને સામાન્ય લોકોને આકર્ષવા કહેશે. મોટા નેતાઓની વર્ચ્યુઅલ થ્રીડી રેલીઓ કરવાનો પણ પ્રસ્તાવ છે. જેને અંતિમ રૂપ આપવાનું હાલમાં બાકી છે. ઉત્તરપ્રદેશના પૂર્વાંચલ, પશ્ચિમ, બુંદેલખંડ, અવધ, પંજાબ, ઉત્તરાખંડ, મણિપુર, યુપીના ગોવા જેવા રાજ્યોમાં સ્થાનિક સંસ્કૃતિ અને ભાષાની સાથે લોકગીતોનો ઉપયોગ કરવામાં આવશે. આ સાથે સામાન્ય લોકોને ત્યાં જોડાયેલા રાખવાનો પ્રયાસ કરવામાં આવશે.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.weu

Assembly Election 2022 : ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત થયું કોંગ્રેસ, વર્ચ્યુઅલ અને 3D રેલીઓની તૈયારી