- ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ હરમન કપૂરની કાર પર હુમલો કર્યો
- તેમના પરિવારને કથિત ખાલિસ્તાન સમર્થકો દ્વારા હિંસા અને બળાત્કારની સતત ધમકીઓ આપવામાં આવી રહી
યુકે, રવિવાર
ખાલિસ્તાન ઉગ્રવાદીઓની નવી ગતિવિધિઓ આજકાલ દરરોજ સામે આવી રહી છે. આ કડીમાં હવે પશ્ચિમ લંડનમાં એક કથિત ખાલિસ્તાન વિરોધી શીખ યુવક પર ઉગ્રવાદીઓએ હુમલો કર્યો છે. યુનાઇટેડ કિંગડમ સાથે જોડાયેલા એક સોશિયલ પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં હરમન સિંહ નામના એક વ્યક્તિએ દાવો કર્યો હતો કે ખાલિસ્તાની સમર્થકોએ તેમની કાર પર લાલ રંગ ફેંક્યો હતો અને ત્યારબાદ ગોળીબાર કર્યો હતો. આ કારણે તેના પર હુમલો થયો છે. જોકે, આ ઘટના અંગે યુકે પોલીસ તરફથી સત્તાવાર પુષ્ટિ અને કેવા પ્રકારની કાર્યવાહીની હજુ રાહ જોવાઇ રહી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર