- દરવાજાની સ્ટોપર બંધ ન થતી હોવાથી હથોડીથી તેને ઠીક કરવાના પ્રયત્ન દરમિયાન અવાજ થતા તકરાર કરી હતી
- પુત્રને સારવાર અર્થે લઈ જઈ રહેલા પિતા પર હુમલો કરનાર ચાર ઇસમો સામે સાંતેજ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી
સાંતેજ, ગુરૂવાર
ગાંધીનગરના કલોલ તાલુકાના રકનપુર ખાતે આવેલ ગ્રીન સિટી સોસાયટીમાં દરવાજાની સ્ટોપર બંધ ન થતી હોવાથી તેને હથોડી મારીને ઠીક કરવાનો પ્રયત્ન કરી રહેલા યુવક ઉપર ચાર ઈસમોએ લોખંડની પાઇપ અને લાકડીથી હુમલો કરીને તેને ગંભીર ઈજા પહોંચાડી હતી. આ બાબતે યુવકે સાંતેજ પોલીસ મથકે ચાર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર