Gujarat

ગુજરાત મુલાકાત પર બી.એલ. સંતોષે  SC અને ST સમુદાયના અગ્રણી અને યુવાનો સાથે સંવાદ કર્યો

ગુજરાત મુલાકાત પર બી.એલ. સંતોષે  SC અને ST સમુદાયના અગ્રણી અને યુવાનો સાથે સંવાદ કર્યો

- સમાજની વિવિધ જ્ઞાતિઓમાં ભાજપની વિચારધારા ફેલાવા અંગે સૂચના આપી
- ભાજપમાં SC અને ST સમુદાયનાં લોકો કેમ જોડાતા નથી તે અંગે તારણો શોધવા પણ સૂચન કરાયું

અમદાવાદ, ગુરુવાર 

   વિધાનસભા ચૂંટણીને લઇ ભાજપમાં બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. રાષ્ટ્રીય નેતાઓની ગુજરાત મુલાકાતમાં વધારો થયો છે. પીએમ મોદી હોય કે અમિત શાહ, જે.પી.નડ્ડા હોય કે કેન્દ્રિય કક્ષાના મંત્રી ચૂંટણીલક્ષી રણનીતિના ભાગરૂપે ગુજરાતમાં તેમના આંટાફેરા વધી ગયા છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય સંગઠન મંત્રી બી.એલ. સંતોષ 2 દિવસ ગુજરાતની મુલાકાતે છે. આ પ્રવાસ દરમ્યાન sc / st સમુદાય પર સીધું ફોક્સ કરી રહ્યા છે . તેની સાથે જ કાર્યકર્તાઓને આ સમુદાયને ભાજપ સાથે વધુમાં વધુ જોડવાનું લક્ષ્યાંક આપવામાં આવ્યો છે.      મહત્વપૂર્ણ છે કે ટૂંક સમય પહેલા જ ગુજરાતમાં પીએમ મોદી ત્યારબાદ બાદ પ્રભારી ભુપેન્દ્ર યાદવ પ્રવાસ કરી ચુક્યા છે અને હવે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી એલ સંતોષ ગુજરાત મુલાકાતે છે . એક બાદ એક નેતાઓ ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે અને ગુજરાતની એક એક રાજકીય અને સામાજિક પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે . અને તેના આધારે ચૂંટણીલક્ષી રણનીતિ પર કામગીરી કરશે

   રાષ્ટ્રીય મહામંત્રી બી.એલ.સંતોષે સમાજ ની વિવિધ જ્ઞાતિઓમાં ભાજપની વિચારધારા ફેલાવા અંગે સૂચના આપી છે. યુવાનો સાથે સંપર્ક વધારવા હોસ્ટેલ શાળાની મુલાકાત લેવાની પણ વાત કહી છે. તેમજ SC અને ST સમુદાયના લોકોને ઘરે ઘરે જઈ બંધારણમાં કોઇ બદલાવ નહી કરાય તેવી ખાતરી આપવા આવે તેની સૂચના પણ ગુજરાત ભાજપને આપવામાં આવી છે. જાતિ જ્ઞાતિના સમીકરણોને માનો કે ન માનો પણ તેને સૌથી વધુ રાજકીય પક્ષો પણ પ્રાધાન્ય આપે છે અને તેની અસર વળી જે તે સમાજો પર પણ જોવા મળતી જ હોય છે. તેમાં પણ જ્ઞાતિનું જે ફેક્ટર છે તેમાં જે જ્ઞાતિની વસતી વધુ હોય તે જ્ઞાતિના સમીકરણો સૌથી વધુ અસરકર્તા સાબીત થતા હોય છે. તેમાં પણ ઠાકોર, કોળી, પાટીદાર અને આદિવાસીની વસતી ટકાવારીને રીતે સૌથી વધુ ગુજરાતમાં હોવાને કારણે આ જ્ઞાતિના સમીકરણને રાજકીય પક્ષો બહુ નજર અંદાજ નથી કરી શકતી. ગુજરાતી સંવિધાનમા ફક્ત 370 કલમ માટે જ ભાજપે સંશોધન કર્યુ. અનામતને લઈને ચાલી રહેલ અફવાઓના કારણે પાર્ટીને નુકસાન ન થાય એ માટે હોદ્દેદારો અને sc / st મોરચાને સતર્ક રહેવા જણાવ્યું છે સાથે જ જ્યાં સુધી અસ્પૃશ્યતા છે ત્યાં સુઘી અનામત હટાવશે નહિ  એવો વિશ્વાસ લોકોને અપાવવા અંગે પણ સૂચન કરાયું છે.તો સરકાર દ્વારા સંવિધાન કોઈ બદલાવ લાવવામાં નહી આવે એ અંગે પણ લોકોને ખાત્રી આપવા જણાવ્યું છે . તેમજ સંવિધાનમા ફક્ત 370 કલમ માટે જ ભાજપે સંશોધન કર્યુ છે તે લોકો સુધી પહોંચાડવું . આ સિવાય સંતોષે સ્પષ્ટ શબ્દ માં કહ્યું છે કે જ્યાં સુધી SC અને ST સમુદાયના લોકો મુખ્ય પ્રવાહમાં નહીં જોડાય ત્યાં સુધી બીજેપી આ સમુદાય સુધી નહીં પહોંચી શકે . તેની સાથે બીજા શબ્દોમાં વાત કરીએ તો એસસી અને એસટી મતદારો વર્ષો સુધી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. જેને હવે જો 182 સીટના લક્ષ્યને પહોંચવું હોય તો બીજેપી તરફ લાવવા જરૂરી છે અને એટલા માટે હવે બીજેપી એસ સી અને એસટી સમુદાય તરફ ધ્યાન આપી રહ્યું છે . તેમજ 2022 ચૂંટણી દરમિયાન આ તમામ વોટ બીજેપી તરફ રહે તેના માટે પ્રયાસ કરી રહ્યા છે .

 

   ભાજપની વિચારધારા સાથે જોડવા કવાયત શરૂ કરવાનું સૂચન સૂત્રોની માનીએ તો બી.એલ.સંતોષ દ્વારા પ્રદેશના હોદ્દેદારોને ટાસ્ક આપવામાં આવ્યું છે . જેમાં કેટલાક ચોક્કસ મુદ્દાઓ પર કામગીરી કરવા માટે આદેશ કર્યો હોવાનું સામે આવી રહ્યું છે .સંતોષે નેતાઓને કહ્યું છે કે SC અને ST સમુદાયના લોકો વધુ ભાજપમાં જોડવા માટે પ્રયાસ કરવા જણાવવામાં આવ્યું છે.ભાજપમાં SC અને ST સમુદાય લોકો કેમ જોડાતા નથી તે અંગે તારણો શોધવા પણ સૂચન કરાયું છે . સાથે ચૂંટણી ને જ્યારે 6 મહિના જેટલો સમય બાકી છે ત્યારે સમાજની વિવીધ જ્ઞાતિઓને ભાજપની વિચારધારા સાથે જોડવા કવાયત શરૂ કરવાનું સૂચન કરાયું છે . તો ભાજપ માટે નબળી ગણાતી બેઠક માં પણ વિરોધીઓની વચ્ચે રહીને ભાજપની વિધારધારા મજબૂત કરવા નિર્દેશ કરાયો હોવાનું જાણવા મળી રહ્યું છે .

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો

ગુજરાત મુલાકાત પર બી.એલ. સંતોષે  SC અને ST સમુદાયના અગ્રણી અને યુવાનો સાથે સંવાદ કર્યો