National

છત્તીસગઢની ચૂંટણીના ઓપિનીયન પોલમાં ભાજપ ઝટકો

છત્તીસગઢની ચૂંટણીના ઓપિનીયન પોલમાં ભાજપ ઝટકો

- ભાજપને 27 અને કોંગ્રેસને 62 સીટોનું અનુમાન

- આમ આદમી પાર્ટીએ પણ વધુ 12 ઉમેદવારોના નામ કર્યા જાહેર

રાયપુર, બુધવાર

  લોકસભા પહેલા જે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજવાની છે તેમાં છત્તીસગઢ પણ મુખ્ય છે. ભાજપ અહીં સત્તાવાપસી માટે એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. બહુધા આદીવાસી મતો ધરાવતા આ રાજ્યમાં કુલ 90 બેઠકો છે. અને ખુદ પ્રધાનમંત્રી મોદી અહીં પ્રચાર કરી રહ્યા છે. ભાજપે તાજેતરમાં જ અહીં પરિવર્તન યાત્રા કરી જેનું સમાપન ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું, પરંતુ ગઈકાલે યાત્રાની સમાપ્તીની સાથે જ ભાજપ માટે ચિંતાજનક સમાચાર આવ્યા છે. બીજીબાજુ આમ આદમી પાર્ટી પણ છત્તીસગઢના મેદાનમાં ઊતરી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  ભાજપે 2 પરિવર્તન યાત્રાઓ કાઢી હતી જેમાં પહેલી 12 ડિસેમ્બરનાં અને બીજી 15 સપ્ટેમ્બરનાં યોજાઈ હતી. પહેલી યાત્રા દક્ષિણી છત્તીસગઢથી શરૂ કરવામાં આવી હતી અને બીજી રેલી ઉત્તર છત્તીસગઢમાં કાઢવામાં આવી હતી. આ પરિવર્તન યાત્રા 90માંથી 87 વિધાનસભા વિસ્તારમાંથી પસાર થઈ. ગઈકાલે બિલાસપુરમાં આ યાત્રાનાં સમાપન પહેલાં યાત્રાઓમાં 82 સ્વાગત સભાઓ, ચાર રોડ શૉ અને વિવિધ સાર્વજનિક સભાઓ થઈ હતી. દરમિયાનમાં સમાચાર સંસ્થા IANSએ લેટેસ્ટ ઓપિયન પોલ બહાર પાડ્યો છે જેમાં ભાજપને ઝટકો લાગ્યો છે. છત્તીસગઢની 90 સીટોની સ્થિતિ માટે આઈએએનએ દ્વારા કરાયેલા સરવે અનુસાર, ભાજપને 27 અને કોંગ્રેસને 62 સીટો મળતી દેખાઈ રહી છે. આમ, એટલું તો સ્પષ્ટ છે કે, ભાજપે અહીં એડીચોટીનું જોર લગાવવું પડશે.

  બીજીબાજુ આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે.  યાદીમાં વધુ 12 ઉમેદવારોના નામ છે. અગાઉ 22 ઉમેદવારોના નામો જાહેર કરાયા હતા. આમ, 34 બેઠકો પર તો સ્પષ્ટ છે કે, કોંગ્રેસ ભાજપની લડાઈ વચ્ચે હવે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. જોકે રાજકીય તજજ્ઞો કહે છે કે, ગુજરાતની જેમ જ આમ આદમી પાર્ટીને કારણે કોંગ્રેસને નુકસાન થશે.દિલ્હી અને પંજાબમાં AAPની સરકાર છે. આ સાથે ગુજરાત અને ગોવાની કેટલીક સીટો પર ધારાસભ્યો છે. પોતાની પહોંચ વધારવા માટે, પાર્ટી એમપી અને છત્તીસગઢમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં મોટા પાયે ઉમેદવારો ઉભા કરી રહી છે. નવી યાદી અનુસાર, બિલાસપુરથી ડૉ.ઉજ્જવલા કરાડેને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે કોટાથી પંકજ જેમ્સને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. નંદન સિંહને રાયપુર પશ્ચિમથી જ્યારે તરુણ વૈદ્યને રાયપુર ગ્રામ્યથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.જણાવી દઈએ કે, આપની નવી યાદીમાં જે 12 બેઠકો છે તેમાં ગઈ ચૂંટણીમાં બે બેઠકો પર ભાજપનો વિજય થયો હતો, તો  જનતા કોંગ્રેસે 1 મેળવી હતી દ્યારે બાકીની 9 બેઠકો પર કોંગ્રેસે જબરજસ્ત જીત મેળવી હતી. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

છત્તીસગઢની ચૂંટણીના ઓપિનીયન પોલમાં ભાજપ ઝટકો