
- અવિકા ગોર આ દિવસોમાં પોતાના બોલિવૂડ ડેબ્યૂને લઈને
- ફિલ્મની જાહેરાત બાદથી અવિકા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે
મુંબઈ,બુધવાર
પોપ્યુલર શો 'બાલિકા વધૂ'માં નાની આનંદીનું પાત્ર ભજવીને ઘર-ઘર ફેમસ થયેલી અવિકા ગોર આ દિવસોમાં પોતાના બોલિવૂડ ડેબ્યૂને લઈને ચર્ચામાં છે. અવિકા ગૌર વર્ષ 2023માં ફિલ્મમેકર વિક્રમ ભટ્ટની ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. અવિકા ગોરની પહેલી ફિલ્મ મહેશ ભટ્ટ દ્વારા લખવામાં આવી છે, જેનું નિર્દેશન ક્રિષ્ના ભટ્ટ કરી રહ્યા છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન અવિકાએ કહ્યું કે તે જે ઈચ્છતી હતી તે કરતી રહી, તેણે હંમેશા પોતાનો રસ્તો પસંદ કર્યો છે અને પોતાનું કરિયર બનાવ્યું છે. અવિકા ગૌર મિલિંદ ચંદવાનીને ડેટ કરી રહી છે.

વિક્રમ ભટ્ટના આ આગામી પ્રોજેક્ટનું નામ '1920 હોરર ઓફ ધ હાર્ટ' છે. વિક્રમ ભટ્ટના આ આગામી પ્રોજેક્ટનું નામ '1920 હોરર ઓફ ધ હાર્ટ' છે. અવિકા ગૌરની પ્રથમ ફિલ્મ મહેશ ભટ્ટ દ્વારા લખવામાં આવી છે, જેનું નિર્દેશન ક્રિષ્ના ભટ્ટ કરી રહ્યા છે. આ ફિલ્મની જાહેરાત બાદથી અવિકા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. હાલમાં જ અવિકા ગૌરે તેની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે ભીના વાળ સાથે જબરદસ્ત એક્સપ્રેશન આપતી જોવા મળી રહી છે. તસવીરોમાં અવિકા યલો કલરના ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. અવિકા ગૌરને ઈન્સ્ટાગ્રામ પર 10 લાખથી વધુ લોકો ફોલો કરે છે. અવિકા ગોરને આ દિવસોમાં OTT અને અન્ય કન્ટેન્ટ પ્લેટફોર્મ પરથી ઑફર્સ મળી રહી છે. એમિલિંદ વર્ષ 2019માં ટીવી શો 'રોડીઝ રિયલ હીરોઝ'નો ભાગ રહી છે.


