- તારીખ 15 ઓક્ટોબરથી 24 ઓક્ટોબર સુધી 12 વાગ્યા સુધી જ લાઉડ સ્પીકર વગાડી શકાશે
- 25 ઓક્ટોબર અને તે પછીથી રાત્રિના ૧૦ વાગ્યા પછી લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ
ગાંધીનગર, શનિવાર
આગામી નવરાત્રિના પર્વને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ગાંધીનગરમાં રાત્રિના બાર વાગ્યા પછી લાઉડ સ્પીકર વગાડવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તારીખ 15 ઓક્ટોબર 2023 થી 24 ઓક્ટોબર 2023 સુધી 12:00 વાગ્યા પછી લાઉડ સ્પીકર વગાડી શકાશે નહીં.