District

મહીસાગરના લૂંટ વિથ મર્ડરના ગુનામાં બેંક મેનેજરના મિત્રની ધરપકડ 

મહીસાગરના લૂંટ વિથ મર્ડરના ગુનામાં બેંક મેનેજરના મિત્રની ધરપકડ 

- હત્યાનું આગોતરું કાવતરું રચીને દેશી તમંચાથી બેંક મેનેજર મિત્રનું ઢીમ ઢાળી દીધું

- હથિયાર અને લાશને સગેવગે કરીને પૈસા ઘરે લઈ ગયો

મહિસાગર, ગુરૂવાર

  મહીસાગરના સંતરામપુરમાં બેંક મેનેજરની હત્યાનો ભેદ ઉકેલાયો છે. પોલીસ દ્વારા બેંક મેનેજરના મિત્રની જ આ હત્યાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. પોતે માતબર રકમ લઈને દાહોદ જઈ રહ્યા હોવાથી જે મિત્રને સાથે લીધો તેણે જ પૈસાની લાલચમાં આવીને મેનેજરનું ઢીમ ઢાળી દીધું. પોલીસની સઘન પૂછપરછમાં આરોપીએ ગુનાની કબુલાત કરી છે. આરોપીના માથાના વાળ અને દાઢીના વાળ બળેલા હોવાથી પોલીસને શંકા ગઈ હતી અને પછી હત્યાનો આ મામલો ઉકેલાયો હતો. 

  બુધવારે સંતરામપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી એક creta ગાડી સળગેલી હાલતમાં મળી આવી હતી. જોકે, ગાડીની અંદર કોઈ જીવતું સળગી ગયું હોય એવા પુરાવા મળ્યા ન હતા અને આસપાસ પણ કોઈ વ્યક્તિ મળી આવ્યો ન હતો. જેથી પોલીસ દ્વારા ગાડી કોની છે તેની તપાસ કરવામાં આવતાં બાલાસિનોરમાં icici bank ના મેનેજર વિશાલ ઉત્તમ પાટીલની આ ગાડી હોવાનું બહાર આવ્યું હતું. વિશાલ એક કરોડ ઉપરાંતની રકમ લઈને બાલાસિનોર બ્રાન્ચથી દાહોદ બ્રાન્ચ જઈ રહ્યા હોવાનું અને તેઓ દાહોદ પણ પહોંચ્યા ન હોવાનું અને તેમનો મોબાઇલ પણ સ્વીચ ઓફ આવતો હોવાનું પરિવારજનોએ પોલીસને જણાવ્યા બાદ વિશાલ પાટીલની તપાસ કરતાં તેમનો મૃતદેહ હત્યા કરાયેલી હાલતમાં મળી આવ્યો હતો. જેથી પોલીસે સમગ્ર મામલે સઘન તપાસ શરૂ કરી હતી.

  જેમાં બાતમીદાર પાસેથી પોલીસને જાણવા મળ્યું હતું કે, બાલાસિનોરથી એક કરોડ ઉપરાંતની રોકડ લઈને જ્યારે વિશાલ પાટીલ દાહોદ જવા નીકળ્યા ત્યારે તેમનો મિત્ર હર્ષિલ પટેલ તેમની સાથે હતો. જે બાતમીના આધારે પોલીસે હર્ષિલને પૂછપરછ માટે બોલાવ્યો હતો. આ સમયે પોલીસનું ધ્યાન ગયું હતું કે, હર્ષિલના માથાના વાળ અને દાઢીના વાળ બળેલાં હતા. હર્ષિલની સઘન પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને તેણે હત્યાના ગુનાની કબુલાત કરી હતી. હર્ષિલે પોલીસને જણાવ્યું હતું કે, બાલાસિનોરથી દાહોદ એક કરોડ જેટલી રકમ લઈને જઈ રહ્યા હોવાનું વિશાલ પાટીલે જણાવી તેમને સાથે આવવા કહ્યું હતું. આટલી મોટી રકમ લૂંટી લેવાનો ઇરાદો બનાવીને હર્ષિલ પોતાની સાથે દેશી તમંચો લઈને નીકળ્યો હતો અને તક મળતા જ વિશાલ પાટીલને માથામાં ગોળી મારી દઈ તેમની હત્યા કર્યા બાદ હર્ષિલે રસ્તામાં હથિયાર અને મૃતદેહ ફેંકી દીધા હતા. પછી તે પૈસા લઈને ઘરે ગયો હતો અને ત્યાં પૈસા સગેવગે કર્યા હતા.  બાદમાં  સંતરામપુર નજીક આવીને ગાડી સળગાવી દીધી હતી. હાલમાં આ મામલે સંતરામપુર પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. 

બે વર્ષ ઉપરાંતથી મિત્રતા હતી
  આરોપી હર્ષિલ અને વિશાલની મિત્રતા બે અઢી વર્ષથી હતી. વિશાલ અગાઉ લીમખેડા તાલુકાના પાણીયા ગામની બેંકમાં નોકરી કરતો હતો. જ્યાં નજીકના ગામમાં હર્ષિલના માતા - પિતા શિક્ષક તરીકે ફરજ બજાવતા હોવાથી વિશાલના સંપર્કમાં આવ્યા હતા અને તેના થકી વિશાલ અને હર્ષિલ એકબીજાના સંપર્કમાં આવ્યા બાદ ગાઢ મિત્ર બની ગયા હતા. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

મહીસાગરના લૂંટ વિથ મર્ડરના ગુનામાં બેંક મેનેજરના મિત્રની ધરપકડ