District

કલોલમાં ચાની ફ્રેન્ચાઇજી સાથે કોન્ટ્રાક્ટ કરવાના બહાને 3.50 લાખની ઠગાઇ 
 

કલોલમાં ચાની ફ્રેન્ચાઇજી સાથે કોન્ટ્રાક્ટ કરવાના બહાને 3.50 લાખની ઠગાઇ 
 

- યુવાન ફ્રેન્ચાઇજીની ખોટી જાહેરાત પર વિશ્વાસ કરી છેતરપિંડીનો ભોગ બન્યો 
- ગઠિયાએ અલગ અલગ રીતે રૂપિયા ઓનલાઈન એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી ઠગાઇ આચરી 

કલોલ, શુક્રવાર 

    કલોલમાંથી વધુ એક છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે જ્યાં યુવાન ચસકા અને અમદાવાદી રજવાડી ચાની ફ્રેન્ચાઇજીની ખોટી જાહેરાત પર વિશ્વાસ કરી છેતરપિંડીનો ભોગ બન્યો છે. અમદાવાદી ચસકા અને અમદાવાદી રજવાડી ચાની ફ્રેન્ચાઇજી સાથે કોન્ટ્રાક્ટ કરવાનું કહી ગઠિયાએ અલગ અલગ રીતે 3,50,000 લાખ ઓનલાઈન એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી ઠગાઇ આચરી હતી. જે મામલે કલોલ સિટી પોલીસે ગુન્હો દાખલ કર્યો છે. 

Embed Instagram Post Code Generator

    કલોલના ગાયત્રી મંદીર પાસે રહેતા તેજસકુમાર ભરતભાઇ ખમાર અમદાવાદ મહેસાણા હાઇવે નજીક શાંકુન્તલ સેલ્સમાં ટુલ્સ એન્ડ હાર્ડવેરની દુકાનમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ૦૧/૦૮/૨ર૦૨૩ના રોજ તેઓ કલોલ કે.આઇ.આર.સી કોલેજના ગેટ નં-૪ ની સામે આવેલ ખુલ્લા મેદાનમાં મિત્ર દેવભાઇ રાજેશભાઇ સાથે હાજર હતા. દરમિયાન દેવભાઇ રાજેશભાઇ દલાલના મોબાઇલમાં ઇન્સ્ટાગ્રામ પર એક રીલ્સમાં અમદાવાદી ચસકા અને અમદાવાદી રજવાડી ચાની ફ્રેન્ચાઇજીની જાહેરાતનો વિડીયો જોતાં તેઓ આ ફ્રેન્ચાઇજીમાં રસ ધરાવતા હોવાનુ મેસેજ કરતાં સામેથી ફ્રેન્ચાઇજી અમદાવાદી ચસકા અને અમદાવાદી રજવાડી ચાની ફ્રેન્ચાઇજીના ફોટા મેસેજમાં મોકલ્યા અને પોતાનું નામ હર્ષદભાઇ નટવરલાલ પટેલ અમદાવાદી ચસકા અને અમદાવાદી રજવાડી ચા ના પ્રોપરાયટર તરીકે ઓળખ આપી હતી. જે બાદ લોકેશન મોકલ્યું હતું અને કીચન ડેકોરેશન માટે કુલ-૩૦ આઇટમ આપવાનુ લીસ્ટ મોકલી બોહેધરી આપીને ફ્રેન્ચાઇજીની 4 લાખ થશે તેમ જણાવ્યું હતું. ફરિયાદી ફ્રેન્ચાઇજીની ખરીદવા માટે તૈયાર થતા તેઓએ ટોકન પેટે રૂ.૧,૦૦,૦૦૦ પેમેન્ટ કરવાનુ જણાવતા તેમણે હર્ષદભાઇ નટવરલાલ પટેલના બેન્ક એકાઉન્ટ 1 લાખ ઓન-લાઇન ટ્રાન્સફર કર્યા હતા. જે બાદ હર્ષદભાઇ કલોલ ખાતે મળવા આવતા ફ્રેન્ચાઇજી બાબતે ફુડ માટેના ભાવ પ્રત્રકનુ ફાઇનલ મેનુની પી.ડી.એફ ફાઇલ બતાવ્યું હતું. તેમ જ કલોલમાં બીજા કોઇને ફ્રેન્ચાઇજીની શાખા નહી આપે તેમજ ફુડને લગતુ મટીરીયલ્સ સપ્લાય પોતે કરશે તેમ જણાવ્યું હતું. હર્ષદભાઇએ ફેન્ચાઇઝીના કીચનને લગતો સામાન મોકલાવવા માટે તારીખ.૨૧/૦૮/૨૦૨૩એ રૂ.૫૦,૦૦૦ ટ્રાન્સફર કરવા જણાવતા વધુ 50 હજાર ઓનલાઇન ટ્રાન્સફર કરી આપ્યા હતા. 

    જે બાદ અલગ અલગ સમયે 3,50,000 પડાવી લીધા હતા. કોન્ટ્રાક્ટ એગ્રીમેન્ટની કોપી આપીશુ કહીને બાદમાં અવાર-નવાર હર્ષદભાઇ પટેલ વાયદા બતાવવા લાગતાં હર્ષદભાઇ નટવરલાલ પટેલના સરનામા બાબતે તપાસ કરતા ભાટ ગામ ખાતે અમદાવાદી ચસકા ફ્રેન્ચાઇજીમાંથી હર્ષદભાઇ નટવરલાલ પટેલનુ સરનામુ જાણવા મળતા પોતાની સાથે છેતરપિંડી થયાનું માલૂમ પડ્યું હતું જે મામલે તેજસકુમારે હર્ષદભાઇ નટવરલાલ પટેલ સામે કલોલ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. (તસવીર પ્રતીકાત્મક છે) ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો