District

કલોલની છત્રાલ જીઆઈડીસીમા જુગાર રમતા ૪ પત્તાપ્રેમીઓ ઝડપાયા

કલોલની છત્રાલ જીઆઈડીસીમા જુગાર રમતા ૪ પત્તાપ્રેમીઓ ઝડપાયા

- પોલીસે ૩૧૦૦ની રોકડ રકમ કબ્જે લઈ કાર્યવાહી હાથ ધરી 

કલોલ, રવિવાર

  જુગારની પ્રવૃતિને ડામવા માટે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે કલોલ તાલુકા પોલીસને સફળતા હાથ લાગી છે. બાતમી આધારે પોલીસે છત્રાલ જી.આઈ.ડી.સી. ફેઝ-૧૧માં લાલજી મુળજી ટ્રાન્સપોર્ટની સામે આવેલા બોરની નીચે અડ્ડો જમાવી જુગારનો ખેલ પાડી રહેલા ૪ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને તેમની પાસેથી ૩૧૦૦ની રોકડ રકમ કબ્જે લઈ કાર્યવાહી હાથ ધરી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  પ્રાપ્ત વિગત અનુસાર કલોલ તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ છત્રાલ બીટ વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતો દરમ્યાન ખાનગી રીતે બાતમી મળી હતી કે છત્રાલ જી.આઈ.ડી.સી. ફેઝ-૧૧માં લાલજી મુળજી ટ્રાન્સપોર્ટની સામે આવેલા બોરની નીચે ખુલ્લી જગ્યામાં જાહેરમાં કેટલાક ઇસમો જુગાર રમી રમાડે છે. જે મામલે પોલીસે બાતમીવાળી જગ્યાએ રેડ કરતાં ઇસમો ત્યાં હાજર મળી આવ્યા હતા અને જુગાર રમતા જણાઈ આવતા પોલીસે તમામને કોર્ડન કરીને ઝડપી લઈ નામ અંગે પૂછપરછ કરતાં ભોલાજી સનાજી ઠાકોર ઉ.વ.૩૪ (રહે.બીલેશ્વરપુરા ગામ ઠાકોરવાસ તા.કલોલ), મહીપાલસિંહ નાહરસિંહ સીસોદીયા ઉ.વ.૫૨ (રહે.મકાન નં.૧૩૨ વોર્ડ નં.૫ ગામડીઅહાડા તા.ગામડી જી.ડુંગરપુર રાજસ્થાન), અશોકભાઇ કેશાભાઇ રાવળ ઉ.વ.૩૨ (રહે. મકાન નં.સી/૭ સુરભી સોસાયટી છત્રાલ લુણાસણ રોડ છત્રાલ ગામ,તા.કલોલ), અમરત ગાભુજી ઠાકોર ઉ.વ.૩૬ (રહે.બી/૨ સુરભી સોસાયટી સોસાયટી છત્રાલ લુણાસણ રોડ છત્રાલ ગામ તા.કલોલ જી.ગાંધીનગર)ના હોવાનું જણાવ્યું હતું. સમગ્ર મામલે પોલીસે અંગજડતીમાંથી તથા દાવ ઉપરથી કુલ રોકડ રકમ રૂ.૩૧૦૦ જપ્ત કરી તપાસ આદરી હતી. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

 

 

કલોલની છત્રાલ જીઆઈડીસીમા જુગાર રમતા ૪ પત્તાપ્રેમીઓ ઝડપાયા