District
CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે થયા વધુ 4 MoU, આ સેક્ટરમાં થશે જંગી રોકાણ, 1190 રોજગારીની તકોનું થશે સર્જન
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
By Weu Network
5, October 2023
- મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે વધુ ચાર MOU થયા
- ટેક્ષટાઇલ, પેકેજિંગ, કેમિકલ તેમજ પાવર, ડિફેન્સ અને સ્પેસ સેક્ટર સેક્ટર માટે કુલ-4 MoU થયા
ગાંધીનગર, ગુરુવાર
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ માટે બેંચમાર્ક તરીકે પ્રસ્થાપિત કરતી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી શ્રેણી જાન્યુઆરી-2024 માં યોજાવાની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે આ સમિટને સફળ બનાવવા માટેના શ્રેણીબદ્ધ આયોજન હાથ ધર્યા છે. આ હેતુસર વાયબ્રન્ટ સમિટના પૂર્વાર્ધ રૂપે અત્યારથી જ દર અઠવાડિયે વિવિધ ઉદ્યોગ રોકાણકારો સાથે રાજ્યમાં ઉદ્યોગો સ્થાપવા માટેના MoUનો ઉપક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણાથી પ્રયોજવામાં આવે છે. ત્યારે રાજ્યમાં ઔધોગિક રોકાણો માટે મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે વધુ ચાર MOU થયા હતા. જેમાં ટેક્ષટાઇલ, પેકેજિંગ, કેમિકલ તેમજ પાવર, ડિફેન્સ અને સ્પેસ સેક્ટર સેક્ટર માટે કુલ-4 MoU થયા હતા. ત્યારે આ MOU થી 1190 રોજગારીની તકોનું સર્જન થશે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
વાયબ્રન્ટ સમિટ-2024 નાં પૂર્વાર્ધરૂપે જુલાઈ-2023 થી પ્રતિ સપ્તાહે રાજ્યમાં વિવિધ ઉદ્યોગોની સ્થાપના માટે MoU સાઈનીંગ ઉપક્રમની કડી યોજવામાં આવે છે. આ ઉપક્રમના આઠમાં તબક્કામાં ઉદ્યોગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં બુધવાર તા.4 ઑક્ટોબરે આઠમી કડીમાં ટેક્ષટાઇલ, પેકેજિંગ, કેમિકલ્સ તેમજ પાવર, ડિફેન્સ અને સ્પેસ સેક્ટર માટે રૂ. 1,100 કરોડથી વધુના રોકાણો માટે ચાર MoU થયા છે. તેનાથી સંભવિત 1190 જેટલી રોજગારીની તકોનું નિર્માણ થશે. આ ઉપક્રમમાં જુલાઈ- 2023 થી અત્યાર સુધીમાં તા. 4 ઓક્ટોબરે થયેલા MoU સહિત આઠ તબક્કામાં કુલ 14,636 કરોડ રૂપિયાના સંભવિત રોકાણો માટેના 35 MoU થયાં છે. આ MoU સાકાર થતાં રાજ્યમાં સમગ્રતયા 51,907 જેટલા રોજગાર અવસરો ઊભા થશે. આ MoU અનુસાર સુરત જિલ્લાના ઇચ્છાપોર ખાતે પોલિ ફિલ્મ્સ મેન્યુફેક્ચરીંગ યુનિટ શરૂ કરવા માટે એસ. એમ. એલ. ફિલ્મ્સ લિમિટેડ દ્વારા રૂ. 450 કરોડનું રોકાણ કરવામાં આવશે. આ યુનિટ વર્ષ 2024-25માં કાર્યરત થતા 400 જેટલી રોજગારી પ્રાપ્ત થશે.
પેકેજિંગ સેક્ટરના ઉદ્યોગ માટે ભરૂચ જિલ્લામાં બીઓપીપી અને બીઓપીઈટી મેન્યુફેક્ચરીંગ યુનિટ કાર્યરત કરવા માટે આકાશ પોલિ ફિલ્મ્સ લિમિટેડ દ્વારા રૂ. 400 કરોડનું રોકાણ કરવામાં આવશે તથા અંદાજે 400 જેટલી રોજગારી પ્રાપ્ત થશે. આ એકમ માર્ચ-2025 સુધીમાં કાર્યરત થશે. તેમજ ભરૂચમાં કેમિકલ ડાઈઝ અને ઇન્ટરમીડીયેટ્સ માટે કેમિકલ મેન્યુફેક્ચરીંગ યુનિટ કાર્યરત કરવા સુપરીત કેમિકલ્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા રૂ. 150 કરોડનું રોકાણ કરવામાં આવશે, જેમાંથી 150 લોકોને રોજગારી પ્રાપ્ત થશે. આ યુનિટ વર્ષ 2025 સુધીમાં કાર્યરત થઈ જવાનો અંદાજ છે.આ ત્રણ MoU ઉપરાંત પાવર, ડિફેન્સ અને સ્પેસ ક્ષેત્રે રૂ. 100 કરોડના રોકાણો માટે MoU થયા હતા. આ માટે વડોદરા જિલ્લાના સાવલીમાં પાવર, ડિફેન્સ અને સ્પેસ સેક્ટર માટે ઉપયોગી ટર્બાઈન પાર્ટ્સ તથા પીએસપી પ્રોજેકટસ માટે હેવી ફેબ્રીકેટેડ ગુડ્સ સ્થાપવા માટે રૂ. 100 કરોડના રોકાણો માટેના MoU બેસ્ટલ્લ મશિનિંગ અને ફેબ્રિકેશન પ્રાઈવેટ લિમિટેડે કર્યા હતા. આ પાર્કમાં 240 લોકોને રોજગારી મળશે અને આ માસના અંત સુધીમાં જ યુનિટ કાર્યરત થઈ જશે.
MoU કરનારા ઉદ્યોગકારોએ રાજ્ય સરકારની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વમાં રાજ્યમાં સરળતાએ ઉદ્યોગો શરૂ કરી શકાય તેવું પ્રો-એક્ટીવ એડમિનિસ્ટ્રેશન, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે સરળ પ્રક્રિયા, વહીવટી સરળતા વગેરેની સક્રિય ભૂમિકાના કારણે સુગમતાથી ઉદ્યોગ શરૂ કરવા માટે અદભુત વાતાવરણ જોવા મળ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ તકે જણાવ્યું કે, રાજ્યમાં ઉદ્યોગ રોકાણકારોને ત્વરાએ ઉદ્યોગો શરૂ કરવામાં સરળતા રહે તેવું વાતાવરણ બન્યું છે અને ઉદ્યોગકારોને મુશ્કેલી ન પડે તથા સરકાર અને ઉદ્યોગો સાથે મળીને રાજ્યના વિકાસની ગતિ વધુ વેગવંતી બનાવે તેવી આપણી નેમ છે. રાજ્ય સરકાર વતી ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે હૈદર તેમજ ઉદ્યોગકારો વતી ઉદ્યોગ સંચાલકોએ હસ્તાક્ષર કર્યા હતા.આ MoU સાઇનીંગ અવસરે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને ઉદ્યોગ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મામુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ રાજકુમાર, અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, ઉદ્યોગ કમિશનર સંદીપ સાંગલે, સંયુક્ત કમિશનર કુલદીપ આર્ય તથા ઇન્ડેક્સ-બી ના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો