- એટીએમ ચોરી કરી અથવા તો ખોવાઈ ગયેલ એટીએમનો ઉપયોગ કરીને પૈસા ઉપાડ્યા હોવાની આશંકા
- માણસા પોલીસ દ્વારા અજાણ્યા ઇસમો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી
માણસા, ગુરૂવાર
માણસામાં રહેતા આધેડનું એટીએમ કાર્ડ ખોવાયા બાદ પાંચ દિવસમાં તેમના એકાઉન્ટમાંથી કુલ રૂપિયા 55,000 ઉપડી ગયા હતા. જેથી તેઓએ atm કાર્ડ બાબતે પરિવારજનોને પૂછતાં કોઈએ એટીએમ કાર્ડ લીધું ન હોવાનું કે પૈસા ઉપાડ્યા ન હોવાનું જણાવ્યું હતું. એટીએમ કાર્ડ ચોરી થયાનું અથવા ખોવાઈ ગયું હોવાથી તેનો કોઈએ ઉપયોગ કરીને પૈસા ઉપાડ્યા હોવાનું ધ્યાને આવતા આ મામલે આધેડ દ્વારા અજાણ્યા ઇસમ સામે માણસા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર