- ઊંધું ધારિયું મારતાં માથામાં ઈજા
- માણસા પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી
માણસા, બુધવાર
માણસા તાલુકાના આજોલ ગામમાં બસ સ્ટેન્ડની બાજુમાં આવેલા વાલ્મીકિ વાસમાં યુવકો વચ્ચે થયેલા ઝઘડામાં ભાણિયાને અને કૌટુંબિક ભત્રીજાને વચ્ચે છોડાવવા પડેલા આધેડ ઉપર એક ઇસમે ધારિયાથી હુમલો કરતાં તેમને માથામાં ગંભીર ઈજા થઈ હતી. આ મામલે માણસા પોલીસ દ્વારા હુમલો કરનાર યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.