- કુડાસણ ગામનો યુવાન વિસનગર ખાતે જઈ રહ્યો હતો
- ચોરે ભીડનો લાભ લઈને ખિસ્સામાંથી મોબાઈલ સેરવી લીધો
ગાંધીનગર, શુક્રવાર
ગાંધીનગરના કુડાસણ ગામનો યુવાન વિસનગર નોકરી ખાતે જવા માટે બસમાં અપડાઉન કરે છે. દરમિયાન તેઓ નિત્યક્રમ અનુસાર સેક્ટર-૧૧ એસ.ટી.ડેપોમાં આવી પ્લેટ ફોર્મ નં.-૩થી અમદાવાદ-પિંપળદરની બસ આવતા તેમાં બેસવા જતાં ભીડનો લાભ લઈને અજાણ્યા ઇસમે તેમના ખિસ્સામાંથી મોબાઈલ શેરવી લીધો હતો. જે બાદ મોબાઇલની ચોરી થયાની જાણ થતાં આ અંગે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ચોરીની ફરિયાદ દાખલ થઈ છે.