District

ગાંધીનગરના પેથાપુર ગામે યુવક પર છરી વડે જીવલેણ હુમલો

ગાંધીનગરના પેથાપુર ગામે યુવક પર છરી વડે જીવલેણ હુમલો

- સામે જોવા બાબતે બોલાચાલી કરી ઝઘડો કરી જાતિ વિષયક અપશબ્દો ઉચ્ચારી 
- પેથાપૂર પોલીસે  ગુન્હો નોંધી કાર્યવાહી માટે તજવીજ હાથ ધરી 

ગાંધીનગર, રવિવાર 

  ગાંધીનગરના પેથાપુર ગામે સામાન્ય બાબતે સ્થિતિ વણસી જતાં મારા મારી પર આવી ગયા હતા. સામે જોવા બાબતે બોલાચાલી કરી ઝઘડો કરી જાતિ વિષયક અપશબ્દો ઉચ્ચારી યુવકને પાંચ લોકોએ માર મારી ઇજાગ્રસ્ત કર્યો હતો. છરી, ધોકા લઈ પાંચ શખ્સો યુવક પર તૂટી પડ્યા હતા. જો કે યુવકના મિત્રો ઘટના સ્થળે આવી પહોંચતા યુવકને વધુ મારમાંથી છોડાવ્યો હતો. જે બાદ સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો, આ અંગે યુવકે પાંચ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવતા પેથાપૂર પોલીસે  ગુન્હો નોંધી કાર્યવાહી માટે તજવીજ હાથ ધરી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

Embed Instagram Post Code Generator

  ગાંધીનગરના પેથાપુર ગામે રહેતા રોહિત ઉર્ફે નેનો મહેન્દ્રભાઇ રાઠોડ ગઈ કાલે મહોલ્લાની પાસે આવેલ ઓટલા પાસે ઉભા રહ્યા હતા. દરમ્યાન જીગર ઠાકોર નજીકથી નીકળતા જીગર સામે જોતાં તેણે કહ્યું હતું કે તુ શુ મારી સામે જોઇ કતરાઇ છે તેમ કહેતા ફરિયાદી જણાવ્યું હતું કે તેઓ તેની સામે નથી જોતાં ત્યારે જીગરે જ્ઞાતિ વિશે અપશબ્દ બોલી ત્યાંથી ચાલી ગયો હતો. જે બાદ ઘરે જઈને પરત ઓટલાએ આવતા ત્યાં રહીમ તથા વિશાલ અને જીગર ઠાકોર પણ હાજર હતો   તેની સાથે ચંદુજી કાળુજી ઠાકોર, હિતેશજી ઠાકોર, તેનો ભાઇ ચંદુજી ઠાકોર, સુરેશ ઠાકોર પણ ત્યાં હતા ત્યારે જીગરે ફરિયાદી સાથે બોલાચાલી કરી ઝઘડો કરી જાતિ વિષયક અપશબ્દો ઉચ્ચારી જીગરે લાફો ઝીંકી દીધો હતો. દરમ્યાન રહીમ અને વિશાલ વચ્ચે પડી છોડાવવા જતા તમામ ભેગા થઇ ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. જીગર દાંતી વડે, હિતેશે છરી વડે ઘા ઝીંકતા તેઓ ઇજાગ્રસ્ત થઈ ગયા હતા. સુરેશ ઠાકોર પણ ધોકો તેમ જ ગડદાપાટુનો માર માર્યો હતો. સાવન ભીલ અને મનિષ દેવીપૂજક આવી જતાં તેઓએ  વધુ મારમાંથી છોડાવ્યા હતા. તમામે જતા મને કહ્યું હતું કે આજ તો તુ બચી ગયો છે હવે પછી હાથમાં આવીશ તો તને જાનથી મારી નાખીશુ. તેવી ધમકીઓ આપી હતી. જે બાદ ૧૦૮ મારફતે ફરિયાદીને ગાંધીનગર સિવીલ હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા. જે બનાવ મામલે તેમણે પાંચ વ્યક્તિઓ સામે પેથાપૂર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. (તસવીર પ્રતીકાત્મક છે) ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો