- દહેગામ તાલુકાનું દૂધ ગાંધીનગર જિલ્લા સંઘમાં સમાવેશ કરવા રજૂઆત કરાઈ
- પશુપાલકોના હિતમાં નિર્ણય લેવા રજૂઆત
દહેગામ, ગુરૂવાર
ચૂંટણી નજીક આવતા જ તમામ રાજકીય પાર્ટીઓને પ્રજાની ચિંતા થવા લાગે છે. ત્યારે આજે દહેગામ આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાનું દૂધ ગાંધીનગર જિલ્લા સંઘ મધુર ડેરીમાં સમાવેશ કરવા બાબતે દહેગામ મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે. છેલ્લા લાંબા સમયથી પશુપાલકોની રજૂઆતોને તંત્ર ધ્યાને લેતું નથી. ત્યારે હવે આમ આદમી પાર્ટી પશુપાલકોની વ્હારે આવી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર