District
દિલ્હીના કર્ટેન રેઈઝર ઇવેન્ટની ભવ્ય સફળતા બાદ મુખ્યમંત્રી ભેપેન્દ્ર પટેલ મુંબઈમાં રોડ શોમાં ઉપસ્થિત
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
By Weu Network
11, October 2023
- દેશને પાંચ ટ્રિલિયન યુએસ ડોલર ઇકોનોમી બનાવવાના વડાપ્રધાનના વિઝનમાં ગુજરાત ઉત્કૃષ્ઠ યોગદાન આપવા પ્રતિબદ્ધ છે
- ગેટ વે ટુ ધ ફ્યુચર’ની થીમ સાથે વાઇબ્રન્ટ સમિટમાં સેમિકન્ડક્ટર, ગ્રીન હાઈડ્રોજન એનર્જી, ઇવી, ક્લાઈમેટ ફાઈનાન્સિંગ વગેરે સેક્ટર્સના સેમિનાર યોજાશે
- ઉદ્યોગ વ્યાપાર જગતના અગ્રણીઓને વાઇબ્રન્ટ સમિટની ૧૦મી કડીમાં સહભાગી થવા નિમંત્રણ
ગાંધીનગર, બુધવાર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ના મુંબઈમાં આયોજિત રોડ શોમાં વેપાર-ઉદ્યોગ જગતના અગ્રણીઓ, વિવિધ દેશોના કોન્સ્યુલેટ જનરલ્સ સમક્ષ વાઈબ્રન્ટ સમિટની બે દાયકાની જ્વલંત સફળતાની ગાથા પ્રસ્તુત કરી હતી.
ગત સપ્તાહે દિલ્હીમાં યોજાયેલા કર્ટેન રેઈઝાર ઇવેન્ટની ભવ્ય સફળતા બાદ મુખ્યમંત્રીએ આજે મુંબઈની તાજ હોટેલ ખાતે રોડ શોનું આયોજન કર્યું હતું. આ ઇવેન્ટમાં ૩૫ જેટલા રાજદ્વારીઓ, અને ૩૫૦ થી વધુ ઉદ્યોગ, વેપાર અગ્રણીઓ સહભાગી થયા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ રોડ શો પૂર્વે ૧૩ જેટલા અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે વન ટુ વન બેઠકો યોજીને ગુજરાતની વાયબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતા અને ગુજરાત તેના પરિણામે વિકાસનું રોલ મોડેલ બન્યું છે તે અંગેની વિગતો આપી હતી. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે બે દશક પહેલાં ૨૦૦૩માં શરૂ કરાવેલી વાઈબ્રન્ટ સમિટે ગુજરાતને રોકાણકારો માટે શ્રેષ્ઠ પસંદગીનું સ્થળ અને મોટાપાયે આર્થિક ગતિવિધિના રાજ્ય તરીકે વિશ્વ-ખ્યાતિ અપાવી છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં કહ્યું કે વડાપ્રધાનના બ્રેઈન ચાઈલ્ડ કન્સેપ્ટ સમાન વાઈબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતાને પગલે ગુજરાતનો જી.એસ.ડી.પી. ૨૦૦૩માં રૂપિયા ૧.૪૨ લાખ કરોડ હતો, તે વધીને આજે ૨૦૨૩માં ૨૨.૬૧ લાખ કરોડ થઈ ગયો છે. એટલું જ નહીં, ગુજરાતનું અર્થતંત્ર દેશની સરેરાશ કરતાં ૧૫ ટકા કમ્યુલેટિવ એન્યુઅલ ગ્રોથ સાથે વિકાસ પામ્યું છે.
વડાપ્રધાનના દિશાદર્શનમાં વિકાસની આ વિરાસતને ગતિમાન બનાવતા રાજ્ય સરકારે આગામી જાન્યુઆરી ૨૦૨૪માં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૦મી એડિશનનું આયોજન કર્યું છે એમ તેમણે ઉમેર્યું હતું. વાઈબ્રન્ટ સમિટ દ્વારા વિશ્વના ઈન્વેસ્ટર્સ અને થોટ લીડર્સ એક મંચ પર આવ્યા છે અને હવે તો વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આ સમિટ બિઝનેસ નેટવર્કિંગ, સોશિયો-ઈકોનોમિક ડેવલપમેન્ટ માટે સ્ટ્રેટેજિક પાર્ટનરશીપનું ગ્લોબલ પ્લેટફોર્મ બની ગઈ છે, એમ મુખ્યમંત્રીએ વાઈબ્રન્ટ સમિટની સફળતા વર્ણવતા જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું કે ગુજરાતમાંથી દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રિયલ કોરિડોરનો ૩૮ ટકા ભાગ પસાર થાય છે. ઉપરાંત, મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર પણ બુલેટ ટ્રેન માટે નિર્માણાધીન છે. આ બેય મહત્વપૂર્ણ પ્રોજેક્ટનો મોટો લાભ ગુજરાત-મુંબઈના લોજિસ્ટિક્સ સેક્ટર તથા ઈકોનોમિક એક્ટિવિટિઝને મળવાનો છે. મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે ગુજરાતમાં નેક્સ્ટ વેવ ઓફ ગ્રોથ ગિફ્ટ સિટી, ડ્રીમ સિટી, હાઈબ્રિડ સોલાર એન્ડ વિન્ડ રિન્યુએબલ એનર્જી પાર્ક તથા ધોલેરા એસ.આઈ.આર., જેવા ફ્યુચરિસ્ટિક સક્ષમ ઈન્ડસ્ટ્રિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના માધ્યમથી આવશે.
ગિફ્ટ સિટીમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર, ગિફ્ટ-નિફ્ટી, બેન્ક ઓફ અમેરિકા જેવી જાયન્ટ ફાઈનાન્સિયલ ઈન્સ્ટિટ્યુટ્સ કાર્યરત છે, તથા દેશના પહેલાં ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જનું ગૌરવ પણ આ ગિફ્ટ સિટી ધરાવે છે, તેની ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી.શ્રી ભૂપેન્દ્ર પટેલે મુંબઈ અને ગુજરાત બેય ડાયમન્ડ ટ્રેડ માટે જાણીતા છે, તેની છણાવટ કરતા ઉમેર્યું કે, ગુજરાતનું સુરત, પોલીશ્ડ ડાયમન્ડ, ડાયમન્ડ કટિંગ યુનિટ અને લેબગ્રોન ડાયમન્ડનું મુખ્ય કેન્દ્ર છે. આ ઉપરાંત દેશમાંથી ૮૦ ટકા હિરાની નિકાસ એકલું ગુજરાત કરે છે અને ડાયમન્ડ ઈન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવા સુરતમાં ડ્રીમ સિટી પણ વડાપ્રધાનની પ્રેરણાથી વિકસાવાઈ રહ્યું છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે દેશને પાંચ ટ્રિલિયન યુ.એસ. ડોલર ઈકોનોમી બનાવવાના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનમાં ગુજરાત પોતાનું ઉત્કૃષ્ઠ યોગદાન આપવા પ્રતિબદ્ધ છે. આ હેતુસર મેન્યુફેક્ચરિંગ સેક્ટર એવા, સેમીકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ, ગ્રીન હાઈડ્રોજન, ઈ.વી., ફાર્માસ્યુટિકલ, ટેક્સટાઈલ એન્ડ ટેકનિકલ ટેક્સટાઈલ વગેરેમાં ૨૦૨૭ સુધીમાં ૧૪ ટકાના દરે સીએજીઆર વધારવાનું લક્ષ્ય છે. આગામી વાયબ્રન્ટ સમિટમાં આવા ઊભરતા સેક્ટર્સના સેમિનાર અને ઈવેન્ટ યોજીને ‘ગેટ વે ટુ ધ ફ્યુચર’ની વાયબ્રન્ટ સમિટની થીમ પણ પાર પાડીશું, એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ ગુજરાતમાં દરેક ક્ષેત્રે રહેલી અપાર સંભાવનાઓનો લાભ લેવા વેપાર, ઉદ્યોગ, ફાયનાન્સ સેક્ટર્સના અગ્રણીઓને વાયબ્રન્ટ સમિટમાં સહભાગી થવા આમંત્રણ પાઠવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના નાણાં અને ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ, ઊદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત, તથા જગદીશ વિશ્વકર્મા ઉપરાંત મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન અને વરિષ્ઠ સચિવો પણ ઉપસ્થિત રહ્યા હતા.મુખ્ય સચિવ રાજકુમારે પ્રાસંગિક સંબોધનમાં કહ્યું કે, પ્રોએક્ટિવ પોલિસી મેકિંગ અને ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ તથા ઈન્વેસ્ટર્સ ફ્રેન્ડલી એપ્રોચથી ગુજરાત દેશવિદેશના રોકારણકારો માટે બેસ્ટ ચોઈસ ઓફ ઈન્વેસ્ટમેન્ટ બન્યું છે. મુખ્ય સચિવએ ગુજરાત સાથે વ્યાપાર, ઉદ્યોગ અને રોકાણો માટે જોડાઈને ગ્લોબલ બિઝનેસ મેપ પર ઉજ્જવળ ભવિષ્ય સાકાર કરવા સૌને વાયબ્રન્ટ સમિટ-૨૦૨૪માં ભાગ લેવા અનુરોધ કર્યો હતો.ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી એસ. જે. હૈદરે વાયબ્રન્ટ સમિટની બે દશકની સફળતા પ્રેઝન્ટેશન દ્વારા વર્ણવી હતી.રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડન્ટ ધનરાજ નથવાણી, બેન્ક ઓફ અમેરિકાના કન્ટ્રી હેડ સુશ્રી કાકુ નખાતે, અરવિંદ લિમિટેડના કુલીન લાલભાઈએ વાયબ્રન્ટ સમિટના અને ગુજરાતમાં ઈન્વેસ્ટર્સ ફ્રેન્ડલી એટમોસ્ફિયરના પોતાના અનુભવો વર્ણવ્યા હતા. સી.આઈ.આઈ.ના પ્રેસિડેન્ટ ડેસીગ્નેટ સંજીવ પૂરીએ સૌનું સ્વાગત કર્યું હતું.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો