- એમ્બુલન્સ બંધ છતાં પણ કરાર આધારિત ડ્રાઈવરને દર મહિને પગાર પણ ચૂકવાય છે
- સીએચસીની એમ્બ્યુલન્સ રિપેર નહી થતાં ૧૦૮ એમ્બ્યુલન્સની સેવા પણ લોકોને મળતી નથી
દહેગામ, શુક્રવાર
દહેગામના રખિયાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અંધેર વહીવટનો ઉત્તમ નમૂનો જાેવા મળી રહ્યો છે જેમાં છ મહિનાથી એમ્બ્યુલન્સ ડચકા ખાઈ રહી છે અને આ એમ્બ્યુલન્સને રિપેર પણ કરાવવામાં આવતી નથી. જેના કારણે ૧૦૮ એમ્બ્યુલન્સની સેવા પણ અકસ્માતના સમયે દર્દીઓને મળી શક્તી નથી. આશ્ચર્ય તો એ વાતનું છે કે, છ મહિનાથી એમ્બ્યુલન્સ બંધ હોવા છતાં પણ કરાર આધારિત ડ્રાઈવરને પગાર ચૂકવવામાં આવી રહ્યો છે. તાકીદે આ એમ્બ્યુલન્સ રિપેર કરાવવામાં આવે તેવી આ પંથકના લોકો માગણી કરી રહ્યા છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર