
- મંત્રી મંડળમાં વિસ્તરણ અને સંગઠનમાં ફેરફાર અંગે બેઠક યોજાઈ હોવાની શક્યતા
- મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખની દિલ્હીમાં મુલાકાત બાદ આ બેઠક યોજાઈ
ગાંધીનગર, સોમવાર
ગુજરાત ભાજપમાં સખળ ડખળ વચ્ચે દિલ્હીમાં ગુજરાત માટે ટોપ લેવલની બેઠક યોજાઈ હતી. લોકસભાની ચૂંટણી પહેલાં 5 રાજ્યોની વિધાસભાની ચૂંટણી છતાં ભાજપે ગુજરાત પર ફોકસ વધાર્યું છે. એકાએક અમિત શાહે દિલ્હીમાં ઈમરજન્સી બેઠક બોલાવતાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ દિલ્હી પહોંચ્યા હતા. આ સિવાય સંગઠન મહામંત્રી રત્નાકર તથા મુખ્ય અગ્ર સચિવ કે કૈલાશનાથન પણ દિલ્હી પહોંચ્યા હતા. ગુજરાતના નેતાઓને એકાએક દિલ્હીનું તેડું આવતાં રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. ત્યારબાદ વધુ એક બેઠકથી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે નવરાત્રિના પહેલા દિવસે તેઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સાથે બેઠક યોજી હતી જે મોડી રાત સુધી ચાલી હતી. મંત્રી મંડળમાં વિસ્તરણ અને સંગઠનમાં ફેરફાર અંગે બેઠક યોજાઈ હોવાની શક્યતા છે.
3 દિવસ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી દરબારમાં પહોંચ્યા હતા. દિલ્હીમાં મુખ્યમંત્રીની મોવડીમંડળ સાથે બેઠક યોજાઈ હતી. ત્યારે આ બેઠકમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પણ હાજર રહ્યા હતા. ત્યારબાદ વધુ એક બેઠકથી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. બેઠક યોજાય એ પહેલાં જ મંત્રીમંડળમાં વિસ્તરણ થવાની તેમજ સંગઠનમાં ફેરફાર થવાની ચર્ચાએ વધારે જોર પકડ્યું હતું, કેમ કે થોડા દિવસ અગાઉ વાઈબ્રન્ટ સમિટ બાબતે દિલ્હીમાં યોજાયેલા રોડ શો બાદ વડાપ્રધાન સાથે મુખ્યમંત્રી પટેલે મુલાકાત કરી હતી. એ મુલાકાતને શુભેચ્છા મુલાકાત હોવાનું કહેવામાં આવી રહ્યું હતું. ત્યારે માત્ર એક જ સપ્તાહમાં આ ત્રીજી વખત મોવડીમંડળ સાથે વધુ એક બેઠકનું આયોજન થતાં ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ગુજરાતના મંત્રીમંડળમાં વિસ્તરણ કરવાની ચર્ચા ચાલી રહી છે.
ત્યારે આ મંત્રીમંડળ વિસ્તરણ દરમિયાન 5 નવા મંત્રીનો સમાવેશ કરવામાં આવે એવી સંભાવના છે. આ 5 મંત્રી પૈકી 3 કેબિનેટ મંત્રી અને 2 રાજ્યકક્ષાના મંત્રીને આગામી સમયમાં શપથ લેવડાવાય એવી સંભાવના છે.પૂર્વ મંત્રી અને યુવા ચહેરાને તક મળી શકે છે. ગુજરાત સરકારના મંત્રીમંડળમાં જો ફેરફાર આવે છે તો અગાઉ મંત્રીમંડળમાં સ્થાન ભોગવી ચૂકેલા મંત્રી પૈકી બે મંત્રીને તક મળી શકે એવી સંભાવના છે. ત્યારે અન્ય નવા મંત્રીઓમાં યુવા ચહેરાને તક આપવામાં આવે એવી સંભાવના છે. ગુજરાત સંગઠનમાં ડખાઓને કારણે લોકસભાની તૈયારીઓને અસર પહોંચી છે. ગુજરાત ભાજપમાં જૂથવાદ લોકસભાને અસર કરે એ પહેલાં અમિત શાહ એક્ટિવ થયા છે. ગુજરાતમાં 26માંથી 26 બેઠકો જીતવાનો ભાજપે લક્ષ્યાંક રાખ્યો છે પણ ભાજપ સંગઠનમાં બધૂ સમૂસૂતરું ચાલી રહ્યું નથી એ સૌ કૌઈ જાણે છે વિધાનસભાની ચૂંટણી જીતાડનાર 16 નેતાઓ લોકસભા પહેલાં ખોવાઈ ગયા છે. ભાજપ કોઈ પણ સંજોગોમાં લોકસભાની 26 બેઠકો જીતવા માટે તત્પર છે. આપ અને કોંગ્રેસે ગુજરાતમાં ગઠબંધન કર્યું તો ભાજપને કેટલીક બેઠકો પર સમસ્યા સર્જાશેના રિપોર્ટ વચ્ચે અમિત શાહ કંઈ પણ કાચું કાપવાના મૂડમાં નથી. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો
