- રવદાવત ગામનો યુવક કુટુંબી ભાઇ સાથે બહીયલ ખાતે આવ્યો હતો
- બંને ઇજાગ્રસ્ત ભાઈઓને સારવાર માટે દહેગામ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
દહેગામ, ગુરુવાર
ખેડાના કઠલાલ તાલુકાના રવદાવત ગામનો યુવક કુટુંબી ભાઇ સાથે ગઈ કાલે વાળ કપાવવા માટે બહીયલ ખાતે આવ્યો હતો. વાળ કપાવી પરત ઘરે જઈ રહ્યા હતા દરમિયાન અપ્રુજી ગામના બ્રીજથી આગળ પીપળીયા ગામ પાસે પહોંચતા અચાનક એક અજાણ્યા રિક્ષાના ચાલકે રિક્ષા પૂરઝડપે ચલાવીને બાઇકને ટક્કર મારતા બાઇક ફંગોળાઈને રોડ સાઇટ પડતાં બંને ભાઈઓ ઇજાગ્રસ્ત થતાં હતા. બનાવને પગલે રાહદારીઓ એકત્ર થઈ જતાં 108 મારફતે તેમને સારવાર માટે દહેગામ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે બનાવ અંગે યુવકે રિક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.