District

દહેગામના સાંપા ગામે ડામર પ્લાન્ટ પ્રકરણ : ગ્રામ પંચાયત દ્વારા જમીન માલિકને નોટિસ ફટકારવામાં આવી 

દહેગામના સાંપા ગામે ડામર પ્લાન્ટ પ્રકરણ : ગ્રામ પંચાયત દ્વારા જમીન માલિકને નોટિસ ફટકારવામાં આવી 

- ગ્રામ પંચાયત પાસે કોઈપણ પ્રકારની મંજૂરી લેવામાં આવી નથી : તલાટી

- ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખને રજૂઆત 

- મંજૂરી લીધા વગર આખે આખી ફેક્ટરી ઊભી કરી દેવામાં આવી છે

દહેગામ, મંગળવાર 

 દહેગામના સાંપા ગામે આવેલ બિન ખેતીની જમીનમાં વગર મંજૂરીએ ડામર પ્લાન્ટ તૈયાર થઈ રહ્યો છે. જેને લઈને ગામના ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આ પ્લાન્ટને શરૂ કરવાની મંજૂરી આપવામાં ન આવે તેવી રજૂઆત સાથે મુખ્યમંત્રીથી લઈને સંબંધિત વિભાગના અધિકારીઓને ગ્રામજનો દ્વારા  લેખિતમાં રજૂઆત કરવામાં આવ્યા બાદ  હવે સ્થાનિક તંત્ર એક્શનમાં આવ્યું છે. ગ્રામ પંચાયત દ્વારા જમીન માલિકને નોટિસ આપીને પુરાવાઓ માંગવામાં આવ્યા છે. આ પ્લાન્ટને કારણે જમીનને, ખેતી પાકને તેમજ ગ્રામજનોના સ્વાસ્થ્યને નુકસાન થાય તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

 દહેગામ તાલુકાના સાંપા ગામમાં બ્લોક સર્વે નંબર 539 (જુનો સર્વે નંબર 432) વાળી બિનખેતીની જમીનમાં ડામર પ્લાન્ટ બનાવવામાં આવી રહ્યો છે. જે ડામર પ્લાન્ટ બનતા આજુબાજુની ખેતીલાયક જમીનોની ફળદ્રુપતા જોખમાય તેવી પરિસ્થિતિ ઉભી થતા આ ડામર પ્લાન્ટને મંજૂરી ન આપવા માટે અરજી કરવામાં આવી છે. ડામર પ્લાન્ટ ઊભો કરવામાં આવે અને મંજૂરી આપવામાં આવે તો પ્લાન્ટમાં રોડ બનાવવા માટેનો માલ ઉત્પન્ન કરવા માટે કંપની ઉભી કરવામાં આવશે. જેમાં 24 કલાક રેતી, ડસ્ટ, કપચી, ડામર તેમજ રોડ બનાવવા માટે અન્ય પ્રોડક્ટો ઠાલવવામાં આવશે. જેના કારણે આજુબાજુના ખેતરોમાં તેમજ ગામમાં તેના રજકણોને કારણે નુકસાન થવાની ભિતી વ્યક્ત કરવામાં આવી રહી છે.  એન્વાયરમેન્ટનુ  ક્લિયરન્સ ન મળે ત્યાં સુધી એક ઈંટ પણ મૂકી શકાતી નથી, પરંતુ સાંપા ગામે પર્યાવરણીય સંમતિ વગર આખી ફેક્ટરી ઊભી કરી દેવામાં આવી છે.

  તેમજ તેમાં સાધનો પણ ગોઠવી દેવામાં આવ્યા છે. ગ્રીન ટીબ્યુનલે મંજૂરી વગર કરેલા બાંધકામ અંગે એકવાર ચુકાદો આપવામાં આવ્યો છે અને આવા બાંધકામ થયા હોય તો તેને ગેરકાયદેસર બાંધકામ ગણીને - દબાણ ગણીને તોડી પાડવા જોઈએ તેમ કહેવામાં આવ્યું છે. જેથી આ ફેક્ટરીને લોકહિતમાં મંજૂરી ન આપવા માટે મુખ્યમંત્રીથી લઈને સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓને રહીશો દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. જેને લઈને સ્થાનિક તંત્ર સફાળું જાગ્યું છે. પોતાના ગ્રામ પંચાયતના હદ વિસ્તારમાં વગર મંજૂરીએ તૈયાર થઈ ગયેલી ફેક્ટરીના માલિકને નોટિસ ફટકારીને હવે પુરાવા માંગવામાં આવ્યા છે.  ત્યારે ગ્રામ પંચાયત પરત્વે પણ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ બાબતે તલાટી જયેન્દ્રસિંહ ચાવડા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગ્રામ પંચાયત પાસે કોઈપણ પ્રકારની મંજૂરી આ પ્લાન્ટ તૈયાર કરવા માટે લેવામાં આવી નથી તો જ્યારે પ્લાન્ટ તૈયાર થતો હતો ત્યારે તંત્ર દ્વારા કેમ કોઈ એક્શન લેવામાં ન આવી ?  તેવો સવાલ ગ્રામજનો કરી રહ્યા છે.

  તો બીજી તરફ આ સમગ્ર મામલે ખેડૂતો ન્યાય નહીં મળે ત્યાં સુધી લડી લેવાના મૂડમાં છે આ મામલે સ્થાનિક ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખને પણ ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. તો કેટલાક ખેડૂતોએ તો આ મામલે જો યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવે તો ડામર પ્લાન્ટના વિરોધમાં રેલી કાઢવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. તો પ્લાન્ટ નાખનારને કોઈ મોટા નેતાનું સમર્થન હોવાથી તંત્ર ઘ્વારા તમામ નિયમો નેવે મુકવામાં આવી રહ્યાના પણ આરોપ છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

દહેગામના સાંપા ગામે ડામર પ્લાન્ટ પ્રકરણ : ગ્રામ પંચાયત દ્વારા જમીન માલિકને નોટિસ ફટકારવામાં આવી