District

કલોલના મોટી ભોયણ ખાતે ટ્રકના મહાકાય ટાયર બાઇક ચાલક પર ફરી વળતાં કરૂણમોત

કલોલના મોટી ભોયણ ખાતે ટ્રકના મહાકાય ટાયર બાઇક ચાલક પર ફરી વળતાં કરૂણમોત

- યુવકના મોતથી પરિવારમાં માતમ છવાયો
- અંગે ટ્રક ચાલક સામે સાંતેજ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાઈ

કલોલ, બુધવાર 

  રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે.ઓવરટેક, અતિશય સ્પીડથી વાહન ચલાવવું સહિતના કારણોને લીધે વાહન અકસ્માતો સર્જાવા પામે છે. જેમાં અનેક લોકો મહામુલી માનવ જિંદગીથી હાથ ધોઇ બેસે છે. ત્યારે કલોલના મોટી ભોયણ ખાતે બાઇક સવાર યુવકને ટ્રક ચાલકે ટક્કર મારતા કરુંણ મોત નીપજ્યું હતું. યુવકના મોતથી પરિવારમાં માતમ છવાયો હતો. 

 કલોલના મોટી ભોયણ ખાતે રહેતા જેસંગજી કાકુજી ઠાકોરે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ ભોયણ ત્રણ રસ્તા તરફ ચાલતા જતાં હતા તે દરમિયાન તેમનો કાકાનો દીકરો ભરતકુમાર બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન ટ્રક ચાલકે તેની ટ્રક પુરઝડપી હંકારી બાઇકની ઓવરટેક કરવા જતાં જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત દરમિયાન બાઇક ચાલક નીચે પડી જતાં ટ્રકના ટાયર ચાલકના માથા પર ફરી વળ્યા હતા. ઘટનાની જાણ થતાં જ આજુબાજુમાંથી સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને 108ને મદદથી ઇજાગ્રસ્તને કલોલ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ગંભીર ઇજાઓના કારણે ડોક્ટરે બાઇક ચાલકને મૃત જાહેર કર્યો હતો. સમગ્ર ઘટના અંગે ટ્રક ચાલક સામે સાંતેજ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

કલોલના મોટી ભોયણ ખાતે ટ્રકના મહાકાય ટાયર બાઇક ચાલક પર ફરી વળતાં કરૂણમોત